મોદી - ટ્રમ્પ રોડ શો : 28 રાજ્યોના કલાકારો ભારતની ઝાંખી આપશે - Ahemadabad
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીના ૨૪મી ફેબ્રુઆરીના ૨૨ કિલોમીટર લાંબા રોડ શોમાં દેશના 28 રાજ્યોના કલાકારો માટે 28 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ભારત પોતાની ઝાંખી વિશ્વ સમક્ષ રજૂ કરશે.
અમદાવાદ : મોદી અને ટ્રમ્પના 22 કીમી લાંબા રોડ શો દરમિયાન એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ૨૮ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં દેશના ૨૮ રાજ્યોમાંથી કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. એરપોર્ટથી રિવરફ્રન્ટ જવાના રસ્તા પર આ સ્ટેજ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતી, મરાઠી, તેલુગુ, રાજસ્થાની આમ તમામ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યોને આવરી લેવામાં આવશે. રોડ શોની મુલાકાત લેનાર લોકોને અસુવિધાનો સામનો ન કરવો પડે તેના માટે સૌથી વધુ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પાણી, છાશ, મેડિકલ વાન, ટોયલેટ તમામ પ્રકારની નાની-મોટી સુવિધાઓ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.