અમદાવાદ : NGO દ્વારા આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે. જેનું કાર્ય દેશમાં આર્ટ અને વિકાસ કરવા અંગેનું છે. આ ગેલેરીનું ઉદ્ધાટન 8 ફેબ્રુઆરીના રોજ થશે. જેમાં જાણીતા કલાકાર વૃંદાવન સોલંકી, આઈસીએસીના સ્થાપક રવિન્દ્ર મર્ડિયા તેમજ અમદાવાદના મેયર બીજલબહેન પટેલના હાથે આર્ટ ગેલેરી અને શોનું ઉદઘાટન કરાશે. આઈસીએસીના ઉદઘાટનમાં જોડાયેલા દિગ્ગજ કલાકારોમાં પ્રભાકર કોલટે, વિનોદ શર્મા, લક્ષ્મણ એલે, આદિત્ય બાસક, ચંદ્ર ભટ્ટાચારજી, રમેશ ગોજરાલા, ચરણ શર્મા, રાધા પટેલ, પિસુરવો, કનુ પટેલ, વિજય બગોદી અને સુનિલ દરજીની ઉપસ્થિતિ પણ રહેશે.
આર્ટ અને આર્ટિસ્ટને એક નવું પ્લેટફોર્મ આપતી આર્ટ ગેલેરી અમદાવાદમાં થશે શરૂ - NGO
મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે. જેનું સંચાલન આંતરરાષ્ટ્રીય ક્રિએટિવ આર્ટ સેન્ટર દ્વારા કરવામાં આવશે. આ એક એવો એનજીઓ છે. જેનું કાર્ય દેશમાં આર્ટ અને આર્ટિસ્ટનો વિકાસ કરવો તેમને નવું પ્લેટફોર્મ આપવાનું છે. આઈસીએસી આર્ટ ગેલેરીનું ઉદઘાટન 8 ફેબ્રુઆરી 2020ના રોજ કરવામાં આવશે. આ અમદાવાદની સૌથી મોટી સંપૂર્ણ એર કંડિશન ધરાવતી આર્ટ પ્રદર્શિત કરતી ગેલેરી હશે જે આધુનિક લાઇટ્સના નવીનીકરણથી સજ્જ છે.
આઈસીએસી આર્ટ ગેલેરીની શરૂઆત એક પરીવર્તન લાવશે. કારણ કે ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી પણ ઉભરતા અને તકની રાહ જોતા કલાકારો માટે પૂરતી તક લાવ્યું છે. મોટાભાગે ન દેખાતા યુવા કલાકારો દ્વારા અથવા સીનીયર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો કે જેમનું કાર્ય ભાગ્યે જ અમદાવાદમાં જોવા મળ્યું છે અથવા તો એવા કલાકારો કે જેમની કલા અહીં ક્યારેય પ્રદર્શિત થઈ નથી તેવી સમકાલીન કળા માટે એક નવીન મંચ પૂરું પાડવાનો ઉદ્દેશ્ય આ આઈસીએસી આર્ટ ગેલેરીનો રહેશે.
આ ગેલેરીમાં દેશભરના અને ખાસ કરીને ગુજરાતના જાણીતા કલાકારોના નિ:શુલ્ક આર્ટ શોનું સેલિબ્રેશન પણ કરવામાં આવશે. એનજીઓ દ્વારા સંચાલિત હોવાને કારણે ગેલેરીમાં કલાકારોના કાર્યોનું પ્રદર્શન કરતા કોઈ કમિશન પણ લેશે નહીં અને તે કારણે આ ગેલેરીમાં ઉપલબ્ધ આર્ટ વર્કની કિંમત ઓછામાં ઓછી 30 - 35% ઓછી હશે. નવી આઈસીએસી આર્ટ ગેલેરી વિઝ્યુઅલ આર્ટ પર નિયમિત વર્કશોપ અને સેમિનારો યોજાશે.