અમદાવાદ: સાતમ આઠમે પણ અનેક લોકો જુગાર રમતા હોય છે અને જુગાર રમતા અનેક લોકો પકડાય પણ છે, અને ત્યારેે હવે પોલીસ પણ એક્ટીવ થઇ છે અને જુગાર રમતા કે રમાડતા હોય ત્યાં દરોડા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં સાતમ આઠમમાં જુગાર રમતા શકુનિઓ સામે પોલીસની લાલ આંખ - gambling in Ahmedabad
સાતમ આઠમે પણ અનેક લોકો જુગાર રમતા હોય છે અને જુગાર રમતા અનેક લોકો પકડાય પણ છે, અને ત્યારેે હવે પોલીસ પણ એક્ટીવ થઇ છે અને જુગાર રમતા કે રમાડતા હોય ત્યાં દરોડા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુના નિવારણ શાખા(PCB)એ પ્રહલાદનગરના સમર્થ બંગલોઝના 8 નંબરના મકાનમાં મહીપાલસિંહ ચૌહાણ નામનો એલીયન્સ હોસ્પિટાલિટી સર્વિસ નામે પેઈંગ ગેસ્ટ ચલાવતો શખ્સ જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે આજે PCB ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ. ડી. ચાવડાએ સ્ટાફ સાથે જુગાર પર રેડ કરી હતી. જેમાં 9 જુગારીઓને જુગાર રમતા રંગેહાથ પકડ્યા હતા. તમામ સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં માધુપુરા વિસ્તારમાં માધુપુરા પોલીસે ઓફિસમાં જુગાર રમતા 13 જુગારીઓને ઝડપી પાડ્યા છે. મોહસીન શેખ નામનો ઈસમ પોતાની ઓફિસમાં જ જુગાર રમવા લોકોને બોલાવીને જુગાર રમાડતો હતો. પોલીસે તેમની પાસેથી રૂપિયા 1,32,210નો મુદ્દામાલ કબ્જે કરી જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.