- 860 રૂપિયાનું ઇન્જેકશન 20 હજારમાં વેંચતા હતા
- મહિલા આરોપી કરતી હતી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી
- આરોપીઓએ 50થી 60 જેટલા ઇન્જેક્શન ઉંચા ભાવે વેંચ્યા
અમદાવાદ: શહેરમાં રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજારી કરનારા 2 આરોપીઓ સહિત એક મહિલાની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા આરોપી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી છે. આ મહિલા ઇન્જેક્શન વેચવાના કાંડમાં મીડીએટર તરીકે ભૂમિકા ભજવતી હતી. મહિલાને આરોપીઓ ઇન્જેક્શન વેચવાનામાં કમિશન આપતાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મહોમદ અદનાન સૈયદ અનેં બીજો આરોપી નદીમ કુરેશી તેમજ મહિલા આરોપીમાં શ્રદ્ધા મુદલિયારની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ કોરોના દર્દીને 20000માં એક ઇન્જેક્શન વેંચતા હતા. પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર ઇન્જેક્શન કાંડનો પર્દાફાશ કર્યો છે.
આ પણ વાંચો:રેમડેસીવીર ઈન્જેકશન માટે ઓનલાઈન રૂપિયા લઈ છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ