ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં રાત્રીના સમયે પોલીસ ન પકડે તે કારણોસર નકલી પોલીસ બની ફરતા 3 આરોપીઓની ધરપકડ - Arrest of three accused

સોલા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચાંદલોડિયા ગામમાં આવેલા બહુચર માતાના મંદિર પાસેથી શનિવારે મોડી રાત્રે સ્વિફ્ટ ડીઝાયર કાર ચેક કરતા તેમાંથી પોલીસની ટોપી અને લાકડી સાથે ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા.

નકલી પોલીસ
નકલી પોલીસ

By

Published : Jun 14, 2020, 4:44 PM IST

અમદાવાદ : કોંમ્બિગ નાઈટ દરમિયાન નકલી અધિકારી બનીને ફરતા ત્રણ લોકોની સોલા પોલીસે ધરપકડ કરી છે. લોકડાઉનમાં ફરવા માટે આ ત્રણમાંથી એક શખ્સ પી કેપ અને પોલીસનો દંડો સાથે રાખીને ફરતો હતો. અન્ય બે લોકો માત્ર તેની સાથે જ નિકળ્યાં હતા. આ તકે પોલીસે તે લોકોની પણ મદદગારી બદલ ધરપકડ કરી છે. લોકડાઉનમાં પોલીસ ન રોકે તે માટે આ રીતે ફરતા હોવાનું સામે આવ્યું છે.

નકલી પોલીસ બની ફરતા ત્રણ આરોપીઓની ધરપકડ
સોલા પોલીસની ટિમ કોંમ્બિગ નાઈટ દરમિયાન પોતાના વિસ્તારમાં હતી. તે સમયે ચાંદલોડિયા પાસેથી ડેશબોર્ડ પર દંડો રાખેલી એક કાર નીકળી હતી. સોલા પોલીસે આ કાર રોકી તેમાં બેઠેલા ત્રણ લોકોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી અધિકારી પહેરે તેવી પી કેપ, દંડો મળી આવ્યો હતો. કારમાંથી ઘાટલોડિયામાં રહેતા પિંકેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. તેની સાથે કારમાં ફરવા નીકળેલા હરેશ પટેલ અને બળવંતભાઈ પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી. નકલી અધિકારી બનનાર પિંકેશનો આ આઈડિયા હોવાનું સામે આવ્યું છે.
ગ્રાફ
લોકડાઉનમાં ફરવા નીકળતા લોકોની પોલીસ ધરપકડ કરતી હોવાથી તેેને આ આઈડિયા અપનાવ્યો હતો. આ બાબતે વધુ આગળની વધુ તપાસ કરવામાં આવશે અને ટોપી ક્યાં બનાવડાવી તે બાબતે તપાસ કરાશે તેવું સોલા પીઆઇ જે પી જાડેજાએ જણાવ્યું હતું. આ તકે કેસને લઇ પોલીસનું કહેવું છે કે આરોપીએ જે કેપ સાથે રાખી હતી તેની પર સત્યમેવ જયતે લખ્યું હતું અને GMVD લખ્યું હતું. આ કેપ પરથી આરોપી પોતે આરટીઓ અધિકારી બનીને ફરતો હોવાનું જાણવા મળ્યું છે.
નકલી પોલીસની ગાડી

ABOUT THE AUTHOR

...view details