અમદાવાદ : અમદાવાદ સાયબર ક્રાઇમે કલકત્તા રાજ્યમાંથી છેતરપીંડીના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પ્રખ્યાત સોફ્ટવેરનો સોર્સ કોડ હેક (Software Source Code Hack) કરી સોફ્ટવેર વેચાણ કરતો હતો.
સોફ્ટવેર સોર્સ હેક કરીને પોતાના નામે સોફ્ટવેર વેચનાર આરોપી ઝડપાયો આ પણ વાંચો :RRU અને BISAG-IN વચ્ચે MOU- નિપુણ સોફ્ટવેરના માધ્યમથી ભારતીય સેના પ્રશિક્ષણ મેળવી શકશે
સોફ્ટવેરના સોર્સ કોડ હેક કરી વેચી મારતો -આરોપી 4 લાખની કિંમતના સોફ્ટવેરના સોર્સ કોડ હેક કરીને માત્ર 15 થી 20 હજારમાં વેચાણ કરતો હતો. જે બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા કલકત્તાથી આદિત્ય ભીમરાજકા નામના આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આરોપી પોતે (Software Sales) સોફ્ટવેરનું કામ કરતો હતો. આરોપીએ અત્યાર સુધી આવા સોફ્ટવેર 40 જેટલા લોકોને વેચ્યા છે.
આ પણ વાંચો :સાબરકાંઠા વહીવટી તંત્રએ ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર સહિતની માહિતી માટે સોફ્ટવેર તેમજ વેબસાઈટ બનાવી
સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી -આરોપીએ અત્યાર સુધી કેટલા સોફ્ટવેર આવી રીતે હેક કર્યા છે. તેમજ અન્ય કેટલા લોકોને વેચ્યા છે. આરોપીની સાથે અન્ય કોઈ બીજા આરોપીની સંડોવણી છે કે નહીં. તે દિશામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે (Software Fraud Cases) વધુ તપાસ હાથ ધરી છે.