- કૌભાડી ઝહિર રાણાની કરાઈ ધરપકડ
- એલસિબ્રીજ પોલીસે 6 વર્ષ અગાઉના ગુનામાં કરી ધરપકડ
- અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કૌભાંડ આચર્યાં
- ડુપ્લેક્ષની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરી હતી
અમદાવાદઃ એક કા તીનના કૌભાંડી ઝહિર રાણાની વાતોમાં ફસાઈને અનેક લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવી છે. આવા જ એક પરિવારના ત્રણ સભ્યોને લક્ઝુરિયસ ડુપલેકક્ષ બતાવીને લાખો રૂપિયાની ઠગાઇ ઝહિર રાણાએ કરી હતી. પાલડીમાં રહેતા જનકસિંહ પરમારનો સંપર્ક 2012માં ઝહિર રાણા તથા સૌરભ એમ.નાંયગાંવકર સાથે થયો હતો. ઝહિર અને સૌરભે તેમની નારોલમાં શાંતિ ડેવલોપર્સના નામે લક્ઝરી ડુપ્લેક્સની સ્કિમ હોવાનું તથા ભવિષ્યમાં તેના સારા પૈસા મળશે, એવી લાલચ આપી હતી. જેથી જનકસિંહે પોતાની પત્ની અને ભત્રીજા સહિત ત્રણ ડુપ્લેક્સ નોંધાવી કુલ રૂપિયા 24 લાખ આરોપીઓને આપ્યા હતા. આ દરમિયાન જનકસિંહને જાણવા મળ્યું હતું કે, લોકો સાથે છેતરપિંડીના કેસમાં ઝહિર રાણા વોન્ટેડ છે. આ ઉપરાંત આરોપીઓએ શાંતિ લક્ઝુરિયસ ડુપ્લેક્સના ખોટા બેનરો છપાવીને તેનો દુરૂપયોગ કરી છેતરપિંડી કરી છે.
છેતરપિંડી કર્યા બાદ જાનથી મારી નાખવાની આપી હતી ધમકી