ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં યુવક-યુવતીના આપઘાત પ્રકરણમાં જવાદારો શકંજામાં... - latest news of crime

અમદાવાદ: ઓઢવમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં લિવ-ઈન-રિલેશનશીપમાં રહેતા યુવક અને યુવતીએ આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મારનાર યુવતીએ લખ્યું હતું કે, હમ દોનો એક દુસરેસે બહુત પ્યાર કરતે થે, ઈન લોગોને હમે અલગ કર દિયા’  યુવકના પરિવારના સભ્યો ધમકી આપતા અને સાથે નહી રહેવા દેતા હોવાથી આપઘાત કર્યો હોવાનું પણ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે 6 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.

gffgf

By

Published : Oct 9, 2019, 7:20 PM IST

Updated : Oct 9, 2019, 7:47 PM IST

શહેરના ઓઢવ વિસ્તારના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રાજસ્થાનનો લક્ષ્મણ ચૌધરી અને મુંબઈની પૂજા તરકેશ 20 દિવસથી ભાડે રહેતા હતા. પુજાએ સ્યુસાઇડ નોટ લખ્યા બાદ આપઘાત કર્યો હતો પરંતુ તેનું મોત કેવી રીતે થયું તે સામે આવ્યું નથી.

અમદાવાદમાં રહેતા યુવક-યુવતીએ કરેલા આપઘાત બાદ જવાબદાર લોકોની કરાઇ ધરપકડ

લક્ષ્મણના પરિવારના સભ્યો અને અમે સાથે રહીએ તેમાં રાજી નહોતા અને અમને અલગ પાડતા હતા, જેમાં લક્ષ્મણનો કોઈ વાંક નથી તેવું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.આ સ્યુસાઇડ નોટ વાંચીને લક્ષ્મણ પણ આપઘાત કર્યો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસે લક્ષ્મણના પરિવારના સભ્યોની વિરુદ્ધ ગુનો નોધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પૂજાએ 4-10-19ના રોજ તેની માતાને ફોન કર્યો હતો અને તેના બાળકોની સારસંભાળ રાખવા માટે કહ્યું હતું. તે દરમિયાન તેના ભાઈ અજય બબન સાથે વાત થઈ હતી. ત્યારે પૂજાએ જણાવ્યું હતું કે હું હાલમાં અમદાવાદ ઓઢવમાં મારા મિત્ર સાથે રહું છું અને તેનું નામ લક્ષ્મણરામ બાબુરામ ચૌધરી છે, તે રાજસ્થાનનો છે.

હું આ યુવક સાથે હું લગ્ન કરી લેવાની છું. પણ લક્ષ્મણના કાકા ભગારામ તથા તેના સંબંધી દિપક અને બીજા 4 લોકો તેમને હેરાન કરે છે. જેથી હું અને લક્ષ્મણ ત્યાં રહેવા આવીએ છીએ તેવું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી હતી અને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા માટે લક્ષ્મણના પરિવારના ૬ સભ્યો વિરુધ ગુનો દાખલ કર્યો હતો.પોલીસે ગુનો નોધીને લક્ષ્મણના પરિવારના ૬ સભ્યોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Oct 9, 2019, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details