અમદાવાદટ્રેનમાં બોમ્બ હોવાની અફવાનાકારણે સાબરમતી (Sabarmati Police) અને રેલવે પોલીસતંત્ર હરકતમાં આવી ગયુ હતુ. જોકે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બનાવની વિગત મુજબ રાણકપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા દેવેન્દ્ર સિંહ રાઠોડ નામના વ્યક્તિએ રેલવેપોલીસને ટ્રેનમાં બોમ્બ (bomb in the train) હોવાનો ખોટો મેસેજ કર્યો હતો. પોલીસએ
ફેક ન્યૂઝથી સાવધાન: ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કરનારા શખ્સની ધરપકડ - bomb in the train
અમદાવાદ ટ્રેનમાં બોમ્બ હોવાની (bomb in the train) અફવાના સાબરમતી (Sabarmati Police) અને રેલવે પોલીસને મળી હતી. જે પછી તરત જ શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ આ માહિતી ખાલી અફવા જ સાબિત થઇ હતી. પોલીસએ એક આરોપીની ધરપકડ કરી છે. જેનું નામ દેવેન્દ્ર સિંહ રાઠોડ છે. તે મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલ તે સુરતમાં રહે છેે.
દેવેન્દ્ર સિંહની ધરપકડ દેવેન્દ્ર સિંહ રાઠોડ મૂળ રાજસ્થાની અને હાલ સુરતનો રહેવાસી છે. આ વ્યક્તિએ આ પ્રકારનો મેસેજ અશાંતિ ઉભી કરવા અને રેલવે પોલીસ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ હરકતમાં આવે તેવા ઈરાદાથી કર્યો હતો. મેસેજ મળતા સાબરમતી પોલીસ તેમજ રેલવે પોલીસ અને અધિકારીઓએ ટ્રેનમાં શખ્સની શોધખોળ હાથ ધરી તપાસ કરતા દેવેન્દ્ર સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી શખ્સ વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં કલમ 507, રેલવે એક્ટ અધિનિયમ કલમ 145 તથા ઈન્ફોર્મેશન અધિનિયમ કલમ - 66 (એ)(બી) હેઠળ ગુનો નોંધાયો છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેસેજના અનુસંધાને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ટ્રેનમાં બોમ્બ હોવાની અફવાદેવેન્દ્ર સિંહ રાઠોડએ પોલીસને ખોટી જાણકારી આપી હતી અને ખોટો મેસેજ કર્યો હતો કે ટ્રેનમાં બોમ્બ છે. આ યુવકનું મૂળ વતન રાજસ્થાન છે. અને હાલ સુરતમાં રહે છે તે. મળતી માહિતી અનૂસાર આ પ્રકારનો મેસેજ અશાંતિ ઉભી કરવા કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.રેલવે પ્રોટેક્શન ફોર્સ હરકતમાં આવે તેવા ઈરાદાથી કર્યો હોવાની જાણકારી મળી રહી છે.