ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં દારૂ પીને આતંક મચાવનારા ઇસમેની ધરપકડ કરાઇ, પોલીસ સ્ટેશનમાં કાચ પર માથું અથડાવતા મોત - An ism in the GIDC area under the influence of alcohol

અમદાવાદ પોલીસને નારોડામાં અસામાજિક તત્વો રોડ પર આંતક મંચાવી રહ્યાની જાણ થતા એક ઇસમની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લવ્યા હતા. જે દારૂના નશામાં હોવાથી દરવાજાના કાચ પર જાતે જ માથું અથડાવાતા મોત નિપજ્યુ હતુ.

અમદાવાદમાં દારૂપીને આતંક મચાવનારા ઇસમેની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં કાચ પર માથુ અથડાવતા મોત
અમદાવાદમાં દારૂપીને આતંક મચાવનારા ઇસમેની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં કાચ પર માથુ અથડાવતા મોત

By

Published : May 4, 2020, 8:38 PM IST

અમદવાદઃ શહેર પોલીસ દ્વારા લોકડાઉનનું પાલન કરાવવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે નારોડામાં અસામાજિક તત્વો રોડ પર આવી આતંક માચાવી રહ્યાનો મેસેજ મળતા પોલીસે એક ઇસમને પકડીને પોલીસે સ્ટેશન લાવ્યા હતા. જે બાદ ઇસમે જાતે જ પોલીસે સ્ટેશનમાં કાચ પર માથું અથડાવ્યું હતું. જેમા ઇસમનું મોત નીપજ્યું છે.

અમદાવાદમાં દારૂપીને આતંક મચાવનારા ઇસમેની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં કાચ પર માથુ અથડાવતા મોત

નરોડા પોલીસને સવારના 11-10 વાગે એક મેસેજ મળ્યો હતો કે, GIDC વિસ્તારમાં એક ઈસમ દારૂ પીને રસ્તા પર આતંક મચાવી રહ્યો છે. મેસેજ મળતા પોલીસ સ્થળ પર પહોંચતા દારૂ પીને રૂપેશ નામનો ઈસમ હોબાળો કરી રહ્યો હતો, ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. જે બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતો. પકડેલા ઈસમ દારૂના નશામાં હતો અને પોલીસ સ્ટેશનમાં આવતા જ ભાગવા લાગ્યો અને PI કેબિનમાં આવેલા દરવાજાના કાચ પર જાતે જ માથું અથડાવા લાગ્યો હતો.

કાચ સાથે માથું અથડાવતા રૂપેશના માથામાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું. જેથી તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યો હતો પરંતુ લોહી વધુ વહી જવાથી રૂપેશનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પોલીસે CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. જેથી મોત મામલે પોલીસ પર શંકા ન થાય.

ABOUT THE AUTHOR

...view details