- વેજલપુર પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી
- જુહાપુરા વિસ્તારમાં હથિયાર લઈને ફરતા હતા
- વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ :પોલીસે તપાસ કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ફારૂખ સાઈ નામનો આરોપી મળી આવ્યો હતો. આરોપી સામે અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ગુનાઓ નોંધાયા હોવાથી તેને પોલીસ શોધતી હતી. પરંતુ તે પોલીસના હાથે લાગતો ન હતો ત્યારે આરોપીની સાથે અન્ય 4 શખ્સો પણ ઝડપાયા હતા. પોલીસે તેઓની તપાસ કરતા 5 જેટલી તલવારો પણ મળી આવતા તમામ શખ્સોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : દાહોદમાં પરિણીતાને તાલિબાની સજા આપવાના કિસ્સામાં 14ની ધરપકડ, 16 જુલાઈ સુધીના રિમાન્ડ
પ્રોહીબિશન સહિતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
ફારૂખ સાઈ પાસેથી એક દારૂની બોટલ કબ્જે કરીને પ્રોહીબિશન સહિતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપી જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદનનો સાગરીત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, પોલીસે આ બાબતને નકારીને જણાવ્યું હતું કે, ફારૂખ સાઈ અલગ ગેંગ ચલાવતો હતો. આ મામલે વેજલપુર પોલીસે ફારૂખ સાઈ સહિત સાહિલ શર્મા, ગુલામ મોહમદ ઉર્ફે કાકા સમા, યુનુસ સંધી અને રફીક ઉર્ફે યુનુસ ખલિફાની નામના શખ્સોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : લેન્ડ ગ્રેબિંગ ,અપહરણ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ
3 આરોપીઓ ધોરાજી અને બોટાદના રહેવાસી
પકડાયેલા 3 આરોપીઓ ધોરાજી અને બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે તમામ આરોપીઓ જુહાપુરા વિસ્તારમાં હથિયારો સાથે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની ફિરાકમાં હતા કે, કેમ તે દિશામાં વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.