અમદાવાદમાં ફેક ફેસબુક આઈડી બનાવી છેતરપીંડી કરતા યુવકની ધરપકડ - સાયબર ક્રાઈમ
અમદાવાદ : સોશિયલ મીડિયામાં ખોટા આઈડી બનાવી છેતરપિંડી કરતા અનેક કિસ્સા સામે આવ્યા છે, ત્યારે ફેસબુકમાં યુવતીના નામે ફેક પ્રોફાઈલ બનાવી વાતચીત કરી ફરિયાદીના વાંધાજનક ફોટો મેળવી બ્લેક મેઈલ કરતા એક આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીએ વર્ષ 2011થી અત્યાર સુધી 46 હજારથી વધુ રુપિયા પડાવી લીધા છે. આરોપી મોબાઈલમાં તીન પત્તી રમવા માટે ગેમ ચીપ્સ માટે આવુ કરતો હોવાનુ સામે આવ્યુ છે.
![અમદાવાદમાં ફેક ફેસબુક આઈડી બનાવી છેતરપીંડી કરતા યુવકની ધરપકડ ફેક ફેસબુક આઈડી બનાવી છેતરપીંડી કરતા યુવકની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5587493-thumbnail-3x2-ahd.jpg)
મળતી માહિતી મુજબ મોહંમદ રમીઝ મનસુરી MR તરીકે પહેલા કામ કરતો હતો અને ડીપ્લોમા ઈન ફાર્માસીનો અભ્યાસ કરેલો છે. આરોપી સામે આરોપ છે કે તેને ફેસબુકમાં શ્રેયા પટેલ નામના ખોટા પ્રોફાઈલ બનાવી ફરિયાદી સાથે મિત્રતા કેળવી હતી. આરોપીએ ફરિયાદી સાથે બીભત્સ વાતો કરી તેની પાસેથી તેના ન્યૂડ ફોટો મંગાવી લીધા હતા અને ત્યારબાદ તેને બ્લેક મેઈલ કરવા લાગ્યો હતો. ફરિયાદી પણ પહેલા સંજય શાહ નામથી ખોટા પ્રોફાઈલ બનાવી વાત કરતો હતો. પરંતુ, તે બ્લેક મેઈલ થવા લાગ્યો અને તેને આ એકાઉન્ટ બંધ કરી પોતાના નામે અસલી પ્રોફાઈલ બનાવી હતી અને આરોપીને જાણ થતા તે અલગ-અલગ મહિલાઓના નામના આઈડી બનાવી બ્લેક મેઈલ કરવાનું ચાલું રાખ્યું હતું.