ગુજરાત

gujarat

ETV Bharat / state

ભગવાન બારડની રાહત મુદ્દે અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું? જુઓ વીડિયો

અમદાવાદઃ તાલાલા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવા માટે ઇલેક્શન કમિશને જે જાહેરનામું બહાર પાડ્યું હતું. તેના ઉપર સુપ્રીમ કોર્ટ સ્ટે મુક્યો છે અને હવે આગામી 23 એપ્રિલે ચૂંટણી યોજાશે નહીં. ભાજપે તો પોતાના ઉમેદવાર તરીકે જશા બારડને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે હવે સુપ્રીમ કોર્ટે સ્ટે મુકતા તલાલા પેટા ચૂંટણી નહીં યોજાય. તમામ કોંગી નેતાઓએ આ નિર્ણયને વધાવી લીધો હતો. આ અંગે કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી હતી.

By

Published : Apr 1, 2019, 5:21 PM IST

અર્જુન મોઢવાડિયા

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભાજપે બિનબંધારણીય પગલાં ભરીને વિપક્ષને નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાનભાઈને ખોટી રીતે સસ્પેન્ડ કરવા પ્રયત્ન કર્યા, ત્યારે હવે સુપ્રીમ કોર્ટે પણ આ ચૂંટણ ન યોજાય તે માટે સ્ટે આપ્યો છે, ત્યારે અમે ન્યાયપાલિકાના આ નિર્ણયને આવકારીએ છીએ.

ભગવાન બારડ મુદ્દે અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા

તેમણે વધુમાં કહ્યું કે, ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો અધિકાર માત્ર રાજ્યપાલને જ મળેલો છે, તેમ છતાં ભાજપના ઈશારે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. જો કે ભાજપનો પ્રયત્ન નિષ્ફળ પુરવાર થયો છે. ભાજપને એટલી ઉતાવળ હતી કે, તેઓ ઉમેદવાર પણ જાહેર કરી દીધો હતો. ભાજપે લોકોના ચુકાદાને ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, પણ અંતે ન્યાયની જીત થઇ છે, રાજકીય કિન્નાખોરી રાખીને ધારાસભ્યને સરેન્ડર કરાવવાના પ્રયત્નને નિષ્ફળતા મળી છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવી ન શકાય.

તેમણે ઉમેર્યું કે, કન્વિક્શન થાય એટલે સભ્ય પદ રદ ગણાય, સરકારે એવી દલીલ કરી હતી. જોકે કન્વિક્શન સ્ટે હોય ત્યારે ચૂંટણી જાહેર ન કરવી જોઈએ. કોર્ટે નોંધ્યું કે, સસ્પેન્શન રદ કરવાનો પાવર અધ્યક્ષ પાસે નહીં, માત્ર રાજ્યપાલ પાસે જ છે. જેથી સરકાર પોતાનો પક્ષ કોર્ટમાં પુરવાર ના કરી શકે.

ABOUT THE AUTHOR

...view details