ગુજરાત

gujarat

ETV Bharat / state

રેડક્રોસની સરાહનીય કામગીરી, 5,000 ફૂડ કિટનું નિઃશુલ્ક વિતરણ કર્યું - corona Crisis

કોરોના વાઇરસને પગલે લૉકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે રોજ કમાઈને રોજ ખાતાં શ્રમિક પરિવારોના ઘરમાં જમવા માટે અનાજ, કઠોળ અને શાકભાજીની વ્યવસ્થા નથી, ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને જરૂરિયાતમંદોને અનાજ કઠોળ સહિતની કિટ પૂરી પાડી છે.

રેડક્રોસની સરાહનીય કામગીરી, 5,000 ફૂડ કિટનું નિઃશુલ્ક વિતરણ કર્યું
રેડક્રોસની સરાહનીય કામગીરી, 5,000 ફૂડ કિટનું નિઃશુલ્ક વિતરણ કર્યું

By

Published : Apr 7, 2020, 6:52 PM IST

અમદાવાદ : ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જે બ્લડ ડોનેશન માટે જાણીતી છે. તે સંસ્થા દ્વારા લોકોને બ્લડ તો આપવામાં આવે છે જ, પરંતુ હાલની પરિસ્થિતિ જોઈને જે લોકોને જરૂર હોય તેમને રેડ ક્રોસ સોસાયટી દ્વારા અનાજ, કઠોળ, તેલ વગેરે સહિતની કીટ આપવામાં આવી હતી. આ કિટમાં 10-12 દિવસ જમવાનું બનાવી શકાય તેટલી વસ્તુઓ આપવામાં આવી છે.

રેડક્રોસની સરાહનીય કામગીરી, 5,000 ફૂડ કિટનું નિઃશુલ્ક વિતરણ કર્યું

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પોલીસ અને મ્યુનિસિપલ વિભાગ સાથે મળીને 5,000 કિટનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details