ગુજરાત

gujarat

ETV Bharat / state

કૈલાશનાથન ક્લીનબોલ્ડ? ડો. અઢિયા CM ના મુખ્ય સલાહકાર, રાઠોર બીજા ક્રમે - મુખ્ય સલાહકાર અને મુખ્યમંત્રીના સલાહકાર

મુખ્યપ્રધાનના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મુખ્ય સલાહકાર અને સલાહકાર ડૉ. હસમુખ અઢિયા (Bhupendra Patel Chief adviser) અને સલાહકાર તરીકે એસએસ રાઠૌરની (Advisor to Bhupendra Patel) નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ તેમની નિમણૂંકોની સાથે રાજકીય વર્તુળોમાં ચર્ચા પણ જોવા મળી રહી છે.

કૈલાશનાથન ક્લીનબોલ્ડ? ડો. અઢિયા CM ના મુખ્ય સલાહકાર, રાઠોર બીજા ક્રમે
કૈલાશનાથન ક્લીનબોલ્ડ? ડો. અઢિયા CM ના મુખ્ય સલાહકાર, રાઠોર બીજા ક્રમે

By

Published : Dec 27, 2022, 7:45 PM IST

અમદાવાદગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર તો બની ગઇ છે. પરંતુ ગુજરાતના બે નિવૃત અધિકારીઓને મોટા પદ આપવામાં આવ્યા છે. પરંતુ આ પદ આપ્યા પછી રાજકિય ચર્ચા ખુબ જોવા મળી રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર (Advisor to Bhupendra Patel) એમ બે નવી જગ્યાઓ આપવામાં આવી છે. મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની (Bhupendra Patel Chief adviser) નિમણૂંક અને મુખ્યપ્રધાનના બીજા સલાહકાર(Advisor to Bhupendra Patel) તરીકે એસ .એસ. રાઠોરની નિમણૂંક કરાઈ છે.

મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારીછે. તેઓ ભારત સરકારમાંકેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી હતી. તારીખ 30 નવેમ્બર, 2018 ના રોજ નિવૃત્ત થયા છે. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI)ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.

આ પણ વાંચો જાણો 12 મોટા ગુના, ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ ગુજરાતમાં ક્રાઈમ વધ્યા...

ડૉ. હસમુખ અઢિયા ડિગ્રીએકાઉન્ટન્સીમાં બેઝિક પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેઓ સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટી, બેંગ્લોરમાંથી યોગ વિષયમાં પી.એચ.ડી. ધરાવે છે. નાણા અને મહેસૂલ સચિવ તરીકે, તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવ્યો હતો. નવેમ્બર 2018માં તેમની નિવૃત્તિ પર, સ્વ. શ્રી અરુણ જેટલી, ભારતના તત્કાલીન નાણાપ્રધાન ફેસબુક પોસ્ટમાં ડૉ. અઢિયાના યોગદાનની પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે "ડૉ. અઢિયા નિઃશંકપણે અત્યંત સક્ષમ, શિસ્તબદ્ધ, નો-નોનસેન્સ મુલકી સેવક અને અલબત્ત, દોષરહિત પ્રમાણિકતા ધરાવતા હતા.

કયા વિભાગને સલાહ આપશે?ડૉ. હસમુખ અઢિયાની હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર (Chief Adviser and Adviser to Chief Minister) તરીકે નિમણૂંક થઇ છે. તેઓ મુખ્યપ્રધાનને નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરીંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે.

કાર્યકાળની અવધિડૉ. હસમુખ અઢિયાનો કાર્યકાળ મુખ્યપ્રધાનના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશો ના થાય ત્યાં સુધી બેમાંથી જે વહેલું હશે ત્યાં સુધીનો રહેશે. મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે નિયુકત થતાં ડૉ. હસમુખ અઢિયાને જરૂરી સ્ટાફ-મહેકમ તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

મુખ્યપ્રધાનના સલાહકાર એસ. એસ.રાઠોર સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠોર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે. તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ 2014માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. વર્ષ 2018માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી”થી રાઠોરને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે. ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિકસાવવાનો શ્રેય તેમને જાય છે. તેમણે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) રોડ ડેવલપમેન્ટ મોડલ રજૂ કર્યું હતું. ભારતમાં આ પ્રકારનું સૌ પ્રથમ મોડેલ છે. ગુજરાતના " હાઇવે અને કેનાલ મેન " તરીકે પણ રાઠૌર પ્રખ્યાત છે. તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સ, ઈન્ડિયા અને ઈન્ડિયન રોડ કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્લ્ડ ફેડરેશન ઑફ એન્જિનિયરિંગ ઑર્ગેનાઈઝેશનના વાઇસ-પ્રેસિડેન્ટ છે. જુલાઇ 2019થી તેઓ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સેવા આપી રહ્યા છે અને મેટ્રો ફેઝ-1નું કામ તેમના માર્ગદર્શનમાં પૂર્ણ કરાયું છે.

કયા વિભાગને સલાહ આપશે? હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ. એસ. રાઠોર ની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠોર મુખ્યપ્રધાનના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલવે, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠૌર મુખ્યપ્રધાનના સલાહકાર રહેશે.

એસ.એસ. રાઠોર નો કાર્યકાળ રાઠોરનો કાર્યકાળ મુખ્યપ્રધાનના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વહેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યપ્રધાનના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ. એસ.રાઠોરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે.

ABOUT THE AUTHOR

...view details