ગુજરાતમાં યુનાઇટેડ નેશન્સ એસોસિયેશન ગુજરાતનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્રારા ભારતના વિવિધ રાજ્યોના ખ્યાતનામ કલાકારો દ્વારા ગવાયેલા વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન, ત્યારબાદ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથેના ડ્રામા અને ગુજરાતી ગરબા સાથે કરવામાં આવ્યો હતો.
UNAમાં ગુજરાતના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની નિયુક્તિ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડયા તથા યુનાઇટેડ નેશન્સ એસોસિએશન મહારાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. Indian of united nations એસોસિએશન દ્વારા યુનાઇટેડ નેશન્સ ગુજરાતના પ્રમુખ તરીકે ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે રિલાયન્સ ગ્રૂપના અગ્રણી ધનરાજ નથવાણીની નિંમણૂક કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ નેશન્સ જોડવાનું કાર્ય કરે છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના વિચારો તથા કાર્યોને આગળ કરીને જોડવાનું કાર્ય કરે છે. દેશમાં સ્વરાજ્ય હોય કે સુરાજ્ય લડાઈમાં હંમેશા ગુજરાતે નેતૃત્વ કર્યું છે. સરદાર પટેલે દેશના 562 રજવાડાંઓને એક કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતાં. તેમજ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયેલ દેશના વિકાસના કાર્યોની વિસ્તૃત માહિતી તેમને આપી હતી.
તેમજ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દેશભરમાં ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે બધાં મહાત્મા ગાંધીના વિચારોને કાયમી ટેવ રૂપે અમલમાં મૂકે તો ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલી અર્પી ગણાશે.