ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યની RTO દ્વારા પડતર અરજીઓનો નિકાલ આગામી 27 થી 31 જુલાઈ સુધી કરાશે - RTO Office Ahmedabad

વાહન સંબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. આ પદ્ધતિ અંતર્ગત ઘણી ફેશલેશ તથા નોન ફેશલેશની અરજીઓ સાથે કરવામાં આવી છે. જેનું લિસ્ટિંગ બાકી હોવાના કારણે રાજ્યની RTO અને ARTO કચેરી દ્વારા પડતર અરજીઓનો નિકાલ આગામી 27થી 31 જુલાઈ સુધી કરવામાં આવશે.

રાજ્યની RTO દ્વારા પડતર અરજીઓનો નિકાલ આગામી 27 થી 31 જુલાઈ સુધી કરાશે
રાજ્યની RTO દ્વારા પડતર અરજીઓનો નિકાલ આગામી 27 થી 31 જુલાઈ સુધી કરાશે

By

Published : Jul 24, 2020, 10:06 PM IST

અમદાવાદઃ રાજ્યની RTO અને ARTO કચેરી દ્વારા પડતર અરજીઓનો નિકાલ આગામી 27થી 31 જુલાઈ સુધી કરવામાં આવશે. અરજદારોને પડતર અરજીઓના નિકાલ માટે મોબાઈલ પર SMS દ્વારા સમય અને તારીખ જણાવવામાં આવશે.

રાજ્યની RTO અને ARTO કચેરી ખાતે અરજદારો માટે વાહન સંબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પદ્ધતિ અંતર્ગત ઘણી ફેશલેશ તથા નોન ફેશલેશની અરજીઓ સાથે કરવામાં આવી છે. જેનું લિસ્ટિંગ બાકી હોવાના કારણે આવી અરજીઓ પડતર રહેવા લાગી છે.

આ પડતર અરજીઓનો આગામી 27 જુલાઇથી 31 જુલાઇ દરમિયાન નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.જેને ધ્યાને લઇ, જેની અરજીઓ પડતર હોવાથી અરજદારો દ્વારા તેમના રજીસ્ટર મોબાઇલ નંબર પર આવેલા મેસેજમાં દર્શાવેલા નિયત સમયે તથા તારીખે સંબંધિત RTO અને ARTO કચેરી ખાતે જરૂરી દસ્તાવેજો સાથે જવાનું રહેશે.

કચેરીમાં પ્રવેશ માટે સિક્યુરિટી કર્મચારીને અરજદારે SMSમાં દર્શાવેલા તારીખ અને સમય બતાવવાનો રહેશે.તેમ સહાયક વાહન વ્યવહાર નિયામક, વાહન વ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details