- વિરમગામના કરકથલ ગામે બનેલા અત્યાચાર મુદ્દે આવેદનપત્ર અપાયું
- વિરમગામ,માંડલ,દસાડા,દેત્રોજ અનુસુચિત જાતિ રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું
- પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેની માગ કરાઈ
અમદાવાદઃ વિરમગામના કરકથલ ગામે ફરિયાદી સુરેશભાઈ મગનભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અનુસૂચિત જાતિના યુવક મૂછ રાખી ગામમાં ફરે છે તે બાબતે અસામાજિક તત્વો દ્વારા અનુ.જાતિના પરિવાર પર તેમના ઘરે જઈ ઘાતક હથિયાર સાથે હુમલો કરી શારીરિક ઈજાઓ પહોંચાડી છે. આ બનાવમાં પીડિત પરિવારને ન્યાય મળે તે માટે અનુસૂચિત જાતિ હિતરક્ષક સમિતિ દ્વારા બનાવને વખોડી કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃયુવતીને બંધક બનાવી કારમાં દુષ્કર્મ કર્યાના કેસમાં ભાવેશ પટેલની વડોદરા એલસીબીએ જયપુરથી કરી ધરપકડ
અનુસૂચિત જાતિ હિતરક્ષક સમિતિ દ્વારા નીચેના મુદ્દાઓમાં કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઇ
(1) આ બનાવના એક નંબરના આરોપી ધમાભાઈ નરસિંહભાઈ ઠાકોર તેમજ અન્ય એક એમ કુલ બે આરોપી પોલીસ પકડથી બહાર છે, તો તાત્કાલિક બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવે.
(2) IPC કલમ- 326,307 મુજબ ગુનો નોંધવામાં આવ્યો નથી તો આ કલમનો ઉમેરો કરવામાં આવે.
(3) આ ગ્રુપના મુખ્ય લીડરની સામે ગુજરાત સરકાર દ્વારા બનાવેલા ગુડા ધારા હેઠળ કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.
(4) આ બનાવના આરોપીઓની ગુનાહિત ઈતિહાસની તપાસ કરીને વારંવાર ગુનો કરવા ટેવાયેલા આરોપીઓને દુષ્મકર્મ ધારાની જોગવાઈ મુજબ હદપાર કરવાની કાર્યવાહી કરવામાં આવે.