ગુજરાત

gujarat

ETV Bharat / state

લવજેહાદ વિરુદ્ધ કડક કાયદા બનાવવા વિરમગામ નાયબ કલેક્ટરને આવેદન પાઠવાયું - લવ જેહાદ વિરુદ્ધના કાયદા

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ગુજરાત પ્રદેશ તેમજ સમગ્ર ભારત દેશમાં લવ જેહાદને રોકવા તેમજ તેના વિરુદ્ધ કડક કાયદા બનાવવા વિરમગામ સેવાસદનમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Lovejehad
Lovejehad

By

Published : Dec 29, 2020, 10:29 PM IST

  • અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
  • લવજેહાદને રોકવા તેમજ કડક કાયદા બનાવવા અંગે આવેદનમાં જણાવાયું
  • જો કાયદો કડક નહીં બને તો આંદોલન કરવામાં આવશે

અમદાવાદઃ દેશમાં લવજેહાદને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાને ટૂંક સમયમાં લવજેહાદને રોકવા માટે કડક કાયદાની જાહેરાત કરી હતી. તેમજ હરિયાણાના મુખ્યપ્રધાને પણ લવજેહાદને રોકવા કડક કાનૂન બને એ માટે જાહેરાત કરી હતી. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાને પણ અખંડ રાષ્ટ્ર હિન્દુ સેના તરફથી આવેદનપત્ર દ્વારા લવજેહાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે.

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
  • નાયબ કલેક્ટરને અપાયું આવેદન

રાજ્યમાં લવજેહાદને રોકવા માટે કડક કાયદો બને તે માટે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ શહેર દ્વારા કડક કાર્યવાહીનો અમલ વહેલી તકે થાય તેના અનુસંધાને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્ર
  • આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ શહેર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, જો સરકાર આ મુદ્દા પર ધ્યાન નહીં દોરે તો ટૂંક સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details