ગુજરાત

gujarat

ETV Bharat / state

દલિત યુવાનના હત્યા કેસમાં ન્યાયિક તપાસની માગ સાથે કલેક્ટરને આવેદન આપ્યુ - gujarat

અમદાવાદઃ જિલ્લાના માંડલ તાલુકાના વરમોરા ગામે દલિત યુવાનની હત્યાના મામલે દલિત સમાજ દ્વારા આજ રોજ અમદાવાદ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું તથા આ કેસમાં ન્યાયિક તપાસની માગ કરવામાં આવી હતી.

ahd

By

Published : Jul 12, 2019, 12:31 PM IST

હરેશ સોલંકી દલિત યુવાન હતો અને તેણે આંતરજ્ઞાતિ પ્રેમ લગ્ન કર્યા હતા. તેની પત્ની ગર્ભવતી હતી અને તેને ખોટી રીતે પિયર બોલાવવામાં આવી હતી. ત્યારબાદ તેના પતિ પાસે ન મોકલતા હરેશે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.આ વાતનું મનમાં રાખીમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.

દલિત યુવાનની હત્યા મામલે દલિત આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન આપી ન્યાયિક તપાસની માંગ કરાઈ
હરેશ સોલંકી હત્યાના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે હજી પાંચ આરોપી ફરાર છે. ત્યારે દલિત સંગઠનોના યુવાન આગેવાનો દ્વારા આજ રોજ અમદાવાદ કલેક્ટરને આવેદન આપી ન્યાયિક તપાસની રજૂઆત કરવામાં આવી હતી.સાથે સાથે પીડિત પરિવારને પોલીસ સુરક્ષા, સરકારી વકીલની નિમણૂંક અને સ્પેશિયલ કોર્ટ સહિતની રજૂઆતો દલિત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી દલિત યુવાન હત્યા મામલે પીડિત પરિવારની સુરક્ષા અને આરોપીની ધરપકડની સાથે સાથે દલિત નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને પણ પૂરતું પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ દલિત સમાજ દ્વારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details