વિરમગામ: ઇ-ગ્રામ યોજના અંતર્ગત VCE મંડળે વિવિધ પ્રશ્નોને લઇ માંડલ તાલુકા ઈ-ગ્રામ અંતર્ગત સેવા આપતા કર્મચારીઓએ TDOને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં ઇ-ગ્રામ પોલીસીમાં ફેરફાર કરી VCEને જોબ સિક્યોરિટી મળે તેવા વિવિધ પ્રશ્નોને લઇ રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદ: માંડલના VCE મંડળ દ્વારા TDOને આવેદનપત્ર આપવામાં આવ્યું - અમદાવાદના સમાચાર
ઇ-ગ્રામ યોજના અંતર્ગત VCE મંડળે વિવિધ પ્રશ્નોને લઇ માંડલ તાલુકા ઈ-ગ્રામ અંતર્ગત સેવા આપતા કર્મચારીઓએ TDOને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં ઇ-ગ્રામ પોલીસીમાં ફેરફાર કરી VCEને જોબ સિક્યોરિટી મળે તેવા વિવિધ પ્રશ્નોને લઇ રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્ય સરકારની ઈ-ગ્રામ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતમાં એક કોમ્પ્યુટર સાહસિક કર્મચારીની નિમણુંક કરવામાં આવતી હોય છે. જેને VCE પણ કહેવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે, ગામડાઓમાંથી સ્થાનિક પ્રજાને નાના નાના કામોને લઈને તાલુકા મથક પર જવું ન પડે અને પોતાની ગ્રામપંચાયતમાં જ તેમનું કામ સરળતાથી પૂર્ણ થાય.. ગ્રામપંચાયતમાં ઓનલાઈન ઈ-ગ્રામ માધ્યમ દ્વારા ઓનલાઈન ૭/૧૨,૮-અ ની નકલો, આધાર કાર્ડ, ઓનલાઈન અરજી આવી સેવાઓ માટેનો મુખ્ય હેતુ હોય છે. પરંતુ માંડલ તાલુકાના ઈ-ગ્રામ અંતર્ગત સેવા આપતાં કર્મચારીઓની માગ એવી છે કે, ઈ-ગ્રામની પોલીસીમાં ફેરફાર કરી VCEને જોબ સિક્યોરિટી મળે, સરકારી કર્મચારીને મળતાં તમામ લાભો VCEને મળવા જોઈએ તેમજ કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ અને કાયમી કરવા જોઈએ.
આ ઈ-ગ્રામ યોજનામાં કર્મચારીઓને વર્ગ-૩માં સમાવેશ કરવા અને નિયમિત પગાર મળે તેવી માગ ઉઠી હતી. આમ માંડલ તાલુકાના VCE મંડળના વિવિધ પ્રશ્નોને લઈને તા.૩૦ના રોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર VCE મંડળના પ્રમુખ દલસુખભાઈ જાદવ, પરેશભાઈ ઠાકોર, સંજયભાઈ, કાળુજી પોપટજી, સોહેલ મુસ્તુફા, અલ્પેશ ગલાભાઈ, ભાવિક પટેલ તથા સહદેવ દેસાઈ સહિતના તમામ VCE કર્મચારી દ્વારા આપવામાં આવ્યું હતું.