ગુજરાત

gujarat

ETV Bharat / state

શબ-એ-બરાતની રાત્રે ઘરમાં જ નમાઝ-ઈબાદત કરવાની વકફ બોર્ડે કરી અપીલ - અમદાવાદ

શહેરના કોટ વિસ્તારમાં કોરોના વાયરસે સૌથી વધુ પગપસેરો કર્યો છે ત્યારે અમદાવાદ સુન્ની વકફ કમિટી દ્વારા શબ-એ-બરાતની રાત્રે કબ્રસ્તાન ન જવા અને ઘરમાં જ ઈબાદત કરવાની મુસ્લિમ બિરાદરના લોકોને આપીલ કરી હતી.

શબ-એ-બરાતની રાત્રે ઘરમાં જ નમાઝ-ઈબાદત કરવાની વકફ બોર્ડે કરી અપીલ
શબ-એ-બરાતની રાત્રે ઘરમાં જ નમાઝ-ઈબાદત કરવાની વકફ બોર્ડે કરી અપીલ

By

Published : Apr 9, 2020, 2:47 PM IST

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં કોરોના વાયરસના વધુ કેસીસ છે. જેને લઇને અમદાવાદ સુન્ની વકફ કમિટીએ શબ-એ-બરાતની રાત્રે કબ્રસ્તાન ન જઈ અને ઘરમાં જ ઈબાદત કરવાની મુસ્લિમ બિરાદરોને અપીલ કરી હતી. 9મી એપ્રિલે શબ-એ-બરાતની રાત છે ત્યારે આજે શહેરમાં 50 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં મોટી સંખ્યા કોટ વિસ્તારમાંથી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આવેલી મસ્જિદમાં પણ આ અંગેની સૂચના સ્પીકર દ્વારા આપવામાં આવી છે. મસ્જિદના સ્પીકરમાં લોકોને રાત્રે કબ્રસ્તાન ન જવા અને રાત્રે મસ્જિદમાં નહી પરંતુ ઘરે નમાઝ પઢવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક સ્થળે અઝાનની જેમ સ્પીકરમાં જ નમાઝ પઢવામાં આવશે. જેમાં લોકો પોતાના ઘરે સ્પીકરનો અવાજ સાંભળી ઈબાદત કરી શકશે. .લોકો કોઈપણ રીતે ઘરથી બહાર ન નીકળે તેના માટે જાહેરાત કરાઈ રહી છે. અમદાવાદના કાલુપુર, દરિયપુર, દાણીલીમડા વિસ્તારમાં કોરોના કેસ વધુ હોવાથી તેમને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

શબ-એ-બરાતની રાત્રે ઘરમાં જ નમાઝ-ઈબાદત કરવાની વકફ બોર્ડે કરી અપીલ

મોટાભાગના પાછલા વર્ષોમાં જોવાઈ રહ્યું છે કે શબ-એ-બરાતની રાત્રે કેટલાક લબરમૂછિયા જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ અને ઉત્પાત મચાવે છે. આ પ્રકારની ઘટના ન બને તેના માટે પણ મસ્જિદમાં એલાન કરાયું છે. ઇસ્લામ ધર્મમાં વર્ષમાં ત્રણ રાત્રે ઇબાદતનો ખાસ મહિમા હોય છે જેમાં શબ-એ-બરાતની રાત સામેલ છે. આ દિવસની સાંજે ખાસ નમાઝ અદા કરવામાં આવે છે અને રાત્રે જાગીને સાચી ઈબાદત કરવામાં આવે તો તેમની માગ પુરી થાય છે.

ABOUT THE AUTHOR

...view details