રાજ્ય સરકાર મહિલા શક્તિકરણની વાત કરે છે, પરંતુ અમદાવાદ જેવા મહાનગરમાં કોર્પોરેશન દ્વારા મહિલા અનામતની નીતિનો અમલ કરવામાં આવતો નથી. અરજદારે આ સમગ્ર ભરતી રદ કરી તેને નિયમ અનુસાર લાગુ કરવા માંગ કરી હતી.
મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશ્નર ભરતીમાં મહિલા અનામત મામલે હાઇકોર્ટે કોર્પોરેશન અને સરકારને નોટીસ ફટકારી - મહિલા કમિશ્નરની અનામત ન હોવાથી હાઈકોર્ટમાં કરાઈ અરજી
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની પોસ્ટ માટેની ભરતીમાં જાહેર કરાઈ હતી. જેમાં 10 જગ્યાઓમાં મહિલાઓ માટે અનામત રાખવામાં નથી. જેથી હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ મુદ્દે મંગળવારે ચીફ જસ્ટિસે કોર્પોરેશન, રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો છે. જેની સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે.

હાઇકોર્ટ
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કોર્પોરેશન દ્વારા 10 આસિસ્ટન્ટ કમિશનરના પદ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં માહિલાઓ માટે જગ્યા અનામત નહોતી. જે અંગે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
આ મામલે આ મુદ્દે મંગળવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે કોર્પોરેશન, રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો છે. જેની સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે.