ગુજરાત

gujarat

ETV Bharat / state

ટોઇંગ વાહનોના ટેન્ડર પ્રક્રિયામાં નિયમોના અમલ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી - હાઈકોર્ટ ન્યૂઝ

અમદાવાદ: સુરતમાં ટ્રાફિક નિયમન માટે ઉપયોગ કરાતા ટોઇંગ વહાનના કોન્ટ્રાક્ટ આપવામાં નિયમોના ઉલ્લંઘન અને નિયમોના યોગ્ય પાલન ન થતું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. મંગળવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે સરકારી વકીલની કોન્ટ્રાક્ટ ઓફરીંગમાં નિયમોના થતા પાલન અંગેની દલીલ કરતા જાહેરહિતની અરજીનો નિકાલ કર્યો છે.

ahmedabad
અમદાવાદ

By

Published : Nov 27, 2019, 11:26 PM IST

અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, વહાન ટોઇંગ પ્રક્રિયા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિટિના પરિપત્ર અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન પ્રમાણે ઈ-ટેન્ડરિંગ થવું જોઈએ. અરજદારનો આક્ષેપ છે કે, ટોઇંગના નિયમોનું પણ અમલ કરવામાં આવતો નથી અને તેને લઈને નાગરીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

સરકારી વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, સુરત શહેરમાં ટ્રાફિક ટોઇંગના વાહનને ટેન્ડરની આપવાની પ્રક્રિયામાં તમામ નીતિ નિયમો લાગુ કરવામાં આવે છે અને કોઈપણ નિયમોનું બાંધછોડ કરવામાં આવતું નથી. ટેન્ડર જ્યારે આપવામાં આવશે ત્યારે નિયમોનું તેનો ઉલ્લેખ કરવાની તૈયારી બતાવતા હાઈકોર્ટે જાહેરહિતની અરજીનો નિકાલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details