ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ-પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ, DCPએ કર્યું કોમ્બિંગ - પોલીસ સ્ટેશન

અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે, અને ખુલલ્લેઆમ ગુનાખોરી કરી રહ્યા છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ, ચોરી, મારામારી, હત્યા જેવા ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે, અને ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે તે માટે પૂર્વ વિસ્તારમાં DCPએ કોમ્બિંગ શરૂ કર્યું છે.

Anti-social elements in Ahmedabad-East area, DCP combing
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ, DCPએ કર્યું કોમ્બિંગ

By

Published : Feb 28, 2020, 10:17 PM IST

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારના શાહીબાગ અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન-4 DCP નિરાજ બડગુર્જર દ્વારા ACP, PI, PSI સહિત 250 પોલીસકર્મીઓ સાથે રાખીને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું, આ પેટ્રલીંગ દરમિયાન રસ્તામાં આવતા કેટલાક અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તથા શંકાસ્પદ ઈસમોને રોકીને તેમની તપાસ કરવામાં આવી હતી.

અમદાવાદ-પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ, DCPએ કર્યું કોમ્બિંગ

શહેરમાં વધતા જતા ગુનાઓને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે સતત ચાલશે અને ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે પ્રયત્ન કરવામાં આવશે. શહેરના અલગ અલગ ઝોનમાં ગુનાખોરી વધુ હોય તેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા આ પ્રમાણે કોમ્બિંગ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details