ગુજરાત

gujarat

ETV Bharat / state

Anti corruption Bureau: અમદાવાદ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો લાંચ લેતાં ઝડપાયા - અમદાવાદ ACB

એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના(Alice bridge police station) બે પોલીસ કર્મચારીઓએ ખાનગી કંપનીના છેતરપિંડીના કેસની તપાસ દરમિયાન એક કર્મચારીની વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરવા માટે રૂપિયા 25 લાખની લાંચની માંગણી કરી હતી. ખાનગી કંપનીના કર્મચારી પાસેથી લાંચના પ્રથમ હપ્તા પેટે રૂપિયા 2.75 લાખની રકમ માંગી સ્વીકારતા બંને કોન્સ્ટેબલને ACBએ રંગે હાથે(Anti corruption Bureau )ઝડપી તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Anti corruption Bureau: અમદાવાદ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો લાંચ લેતાં ઝડપાયા
Anti corruption Bureau: અમદાવાદ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો લાંચ લેતાં ઝડપાયા

By

Published : Mar 1, 2022, 10:41 PM IST

અમદાવાદઃએલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના(Ellis Bridge Police Station) બે પોલીસ કર્મચારીઓએ ખાનગી કંપનીના છેતરપિંડીનાકેસની તપાસ દરમિયાન એક કર્મચારીની વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરવા માટે રૂપિયા 25 લાખનીલાંચની માંગણી કરી હતી. જે પૈકી શરૂઆતના પ્રથમ હપ્તા પેટે રોકડા રૂપિયા 2.75 લાખ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે બંને પોલીસ કર્મચારી(Anti corruption Bureau )રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

રૂપિયા 25 લાખની લાંચની માંગણી

એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એક કંપની કે જે કેપચાની કામગીરી કરે છે. આ કંપનીએ કરેલી નાણાંકીય ગેરરીતિની તપાસ એલિસ બ્રિજ પોલીસને (Gujarat ACB )સોંપવામાં આવી હતી. આ કેસની તપાસ ચલાવી રહેલા એલિસ બ્રિજ (Ahmedabad Ellis Bridge)પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હેડ(Alice bridge police station)કોન્સ્ટેબલ વિનોદભાઈ બાબુભાઈ વાઢેર અને પોલીસ કોન્સટેબલ બાદલભાઈ પચાણભાઈ ચૌધરીએ આ કેસમાં કંપનીના કર્મચારીને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવો પડશે તેવી ધમકી આપી હતી. જો કેસથી બચવુ હોય તો અને કેસમાંથી બહાર નીકળવુ હોય તો વહીવટ કરવો પડશે(Demand for bribe not to enter crime )તેમ કહીને રૂપિયા 25 લાખની લાંચની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃAnti Bribery Bureau: સુરતમાં DGVCLના અધિકારીઓ લાંચ લેતા ACBના સકંજામાં

બંને કોન્સ્ટેબલને ACBએ રંગે હાથે ઝડપી પાડ્યા

જો કે રકઝકના અંતે રૂપિયા 7 લાખ લાંચ આપવાનું નકકી કર્યુ હતું. એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતા ACBના મદદશીન(Ahmedabad ACB) નિયામક કે. બી ચુડાસમાના સુપરવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.યુ. પરેવા અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યુ હતું. એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં સોમવારે લાંચના છટકામાં ખાનગી કંપનીના કર્મચારી પાસેથી લાંચના પ્રથમ હપ્તા પેટે રૂપિયા 2.75 લાખની રકમ માંગી સ્વીકારતા બંને કોન્સ્ટેબલને ACBએ રંગે હાથે ઝડપી તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃGujarat Anti-corruption Bureau: ગાંધીનગરના ચીફ ફાયર ઓફીસર લાંચ લેતાં ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details