NIDની પાછળ નદીમાં યુવક અને યુવતીનો મૃતદેહ તરતી હોવાની માહિતી ફાયરની ટીમને મળતા બંનેના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગત રવિવારે પણ પ્રેમીપંખીડાઓના મૃતદેહ મળ્યા હોવાથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
સાબરમતી નદીમાં વધુ એક પ્રેમીયુગલે કરી આત્મહત્યા - couple suciside
અમદાવાદઃ પ્રેમીપંખીડાઓ ઘણીવખત પ્રેમ અને પરિવાર વચ્ચે ફસાઈને સજોડે આત્મહત્યા કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ સાબરમતી નદીમાંથી એક પ્રેમીયુગલનો મૃતદેહ મળ્યા હતા. આ ઘટનાના રણકાર હજુ થંભ્યા ન હતા ત્યાં આજે ફરી એક વાર સાબરમતી નદીમાંથી સવારે પ્રેમીપંખીડાના મૃતદેહ મળી આવ્યા હતા.
![સાબરમતી નદીમાં વધુ એક પ્રેમીયુગલે કરી આત્મહત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2860946-633-84b895cc-9f11-4fc4-8d12-fa3086db9a9d.jpg)
ફોટો
માહિતી પ્રમાણે, મૃતયુવકનું નામ શંકર છે અને ઉંમર 22 વર્ષ છે જેસાબરમતીનો રહેવાસી છે. જ્યારેઅને મૃતક સગીરાનુ નામપૂજા છે અને ઉંમર 15 વર્ષ છે. જે જૂની રેલવે કોલોની સાબરમતીની રહેવાસી છે. બંનેના મૃતદેહ અંગે ફાયર વિભાગે રિવરફ્રન્ટ પોલીસને જાણ કરી છે અને મૃતદેહને પોસમોર્ટમ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.