ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વધુ એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો - Ahmedabad latest news

અમદાવાદ શહેરમાં વધુ એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. જેના શરીરનો કેટલોક ભાગ જાનવરો કે, પક્ષીઓએ કોતરી નાખ્યો હતો. ઓઢવ પોલીસે આ મામલે અજાણી મહિલા વિરુધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં વધુ એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો
અમદાવાદમાં વધુ એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો

By

Published : Jul 11, 2020, 12:59 PM IST

અમદાવાદ: શહેરમાં વધુ એક નવજાત બાળ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. થોડા દિવસો અગાઉ જ અમરાઈવાડીમાં પણ એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને મૃતદેહ લગભગ એક સરખી હાલતમાં જ મળી આવ્યાં છે. ઓઢવ પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, ઓઢવના વી.કે. એસ્ટેટમાં કારખાનું ધરાવતા હિતેશભાઈ કારખાનું બંધ કરી બપોરે જમવા જઈ રહ્યાં હતા, ત્યારે તેમની નજર એક નવજાત મૃતદેહ પર પડી હતી. જેના શરીરનો કેટલોક ભાગ જાનવરો કે પક્ષીઓ કોતરી નાખ્યો હતો. આ અંગે તેમને તરત જ પોલીસને જાણ કરી હતી અને ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અમદાવાદમાં વધુ એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણી મહિલા આ બાળકીને મૂકી ગઈ હતી. જે બાદ પશુ પક્ષીઓએ તેને કોતરી નાખ્યો હતો. ઓઢવ પોલીસે આ મામલે અજાણી મહિલા વિરુધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details