ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું - bogus call center

અમદાવાદ માં વધુ એક ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર નો પર્દાફાશ સાયબર ક્રાઇમ એ કર્યો છે. શહેરના જગતપૂર રોડ પર આવેલ વિષ્ણુ ધારા ગાર્ડન નામની બિલ્ડિંગ માં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી ત્રણ આરોપી ઓની ધરપકડ કરી છે.

બોગસ કોલ સેન્ટર
બોગસ કોલ સેન્ટર

By

Published : May 9, 2021, 8:21 PM IST

  • અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું
  • આરોપીઓ મેજિક જેક સોફ્ટવેરનો ઉપયોગ કરી વિદેશી નાગરિકોને ફોન કરીને લોન આપવાની લાલચ આપતા હતા
  • પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : આરોપીઓ મેજિક જેક સોફ્ટવેર નો ઉપયોગ કરી વિદેશી નાગરિકો ને ફોન કરીને લોન આપવાની લાલચ આપતા હતા અને જે નાગરિક નો ક્રેડિટ સ્કોર ઓછો હોય તે વધારી આપવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા.

અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું

આ પણ વાંચો -ગોતામાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું

પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

સાયબર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને મોબાઈલ, લેપટોપ અને મેજિક જેક સોફ્ટવેર સહિત કુલ 81 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે આરોપીઓ વિદેશી નાગરિકોને ઝડપી લોન થઈ જશે, એમ કરીને વાતમાં લાવતા હતા અને જે બાદ પૈસા પડાવતા હતા, ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details