માંડવીથી ગુજરાત ATS દ્વારા વધુ એક આરોપીની 1 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ - arrested by ATS in Ahmedabad
અમદાવાદ: ગુજરાત ATS દ્વારા 28 જુલાઈએ ભુજના માંડવીથી 1 કિલો બ્રાઉન સુગર સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ હતી. ત્યારે પકડાયેલાં આરોપીની પૂછપરછ દરમિયાન વધુ એક આરોપીનું નામ સામે આવ્યું હતું. જેની ATS ટીમે 1 કિલો બ્રાઉન સુગર સાથે ધરપકડ કરી હતી.
બ્રાઉન સુગરના રેકેટનો પર્દાફાશ કરવા ATS સક્રિય થયું છે. ત્યારે ATSએ 28 જુલાઈના માંડવીથી 2 કિ.મી દૂર બાઈક પર બે વ્યક્તિઓની 1 કિલો બ્રાઉન સુગર સાથે ધરપકડ કરી હતી. જેની કિંમત1,00,000 રૂપિયા છે. આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ઈમરાન અબ્દુલ કાદર મણિયાર નામના વ્યક્તિને 1 કિલો બ્રાઉન સુગર વેચવા આપ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ATSએ માંડવી ભાગા રોડ, મસ્કા પાણીની ટાંકી પાસેથી વધુ એક કિલો બ્રાઉન સુગર સાથે ઈમરાન અબ્દુલ કાદરની ધરપકડ કરી હતી. આ મામલે અન્ય કેટલાં લોકો સંડોવાયેલા છે, તે અંગે ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.