ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી, વધુ 6 દિવસ કોલ્ડવેવ રહેશે - ઠંડી

અમદાવાદઃ ગુજરાતભરમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ ફરી વળ્યો છે. ઉત્તરાયણના દિવસે તાપમાનમાં થોડો વધારો નોંધાયેલો હતો ત્યારે આજે વાસી ઉત્તરાયણના દિવસે સવારમાં વહેલાં ધાબે પતંગ ચગાવવા જનારાં પતંગરસિયાઓને વધુ ઠંડા પવનોનો અનુભવ થયો હતો. તાપમાનમાં ઠંડીનો વધારો થઈ બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાયો છે અને આગામી છ દિવસ નીચું તાપમાન રહેવાની સંભાવના છે જેેને લઇને કોલ્ડ વેવનો અનુભવ થશે.

ગુજરાત રાજ્યમાં કોલ્ડ વેવ જેવો અનુભવ
ગુજરાતમાં ઠંડી વધુ 6 દિવસ ચમકારો

By

Published : Jan 15, 2020, 5:35 PM IST

ગુજરાતમાં કાતિલ ઠંડીનો ફરીથી પ્રારંભ થયો છે. દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલ સર્ક્યુલેશન દૂર થયું છે, જે પછી ગુજરાતમાં ઠંડાગારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી છ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી-પડશે. અને લઘુત્તમ તાપમાનમાં હજી 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી

આજે 15 જાન્યુઆરીને બુધવારે વહેલી સવારે ઠંડીના પ્રમાણમાં નોધપાત્ર વધારો નોંધાયો હતો. નલીયા 6.6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુગાર રહ્યું હતું. તેમ જ ગુજરાતના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે રહ્યું હતું. ગાંધીનગર 7.7 ડિગ્રી, જૂનાગઢ 8 ડિગ્રી, રાજકોટ 8.4 ડિગ્રી, કંડલા 8.4 ડિગ્રી, અમદાવાદમાં 9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. વહેલી સવારે તીવ્ર ઠંડીની વ્યાપક અસર જોવાઈ હતી

ગુજરાતના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન

  • નલીયા 6.0 ડિગ્રી
  • ગાંધીનગર 7.7 ડિગ્રી
  • કંડલા 8.4 ડિગ્રી
  • રાજકોટ 8.4 ડિગ્રી
  • જૂનાગઢ 8.0 ડિગ્રી
  • અમદાવાદ 9.0 ડિગ્રી
  • ડીસા 9.8 ડિગ્રી
  • પોરબંદર 9.8 ડિગ્રી
  • ભૂજ 9.4 ડિગ્રી
  • અમરેલી 9.4 ડિગ્રી
  • વડોદરા 13.7 ડિગ્રી
  • સૂરત 13.8 ડિગ્રી
  • ભાવનગર 12.3 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 10.3 ડિગ્રી

આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો મોટો ઘટાડો નોંધાશે. જેથી ગુજરાતમાં હજી વધુ ઠંડી પડશે. ઉત્તરભારતમાં હિમવર્ષા થઈ રહી છે, જેને પગલે ઉત્તર તરફથી વાતા કાતિલ ઠંડા પવનોને કારણે કોલ્ડ વેવની સ્થિતિ રહેશે.

ABOUT THE AUTHOR

...view details