અમદાવાદ: લગ્નની સિઝન માટે બ્રાઈડલ એક્ઝિબિશનનું અંજલિ રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન - ahemdabad letest news
અમદાવાદ: લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે તેને ધ્યાનમાં રાખી ગુજરાતીઓને તેમની પસંદગીની વસ્તુઓ ખરદીનો મોકો ઘર આંગણે જ મળી રહે તે હેતુથી કારા બ્રાઈડલ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન CM વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે અન્ય અતિથી એ વિશેષ હાજરી આપી હતી.
લગ્નસરાની સિઝન માટે બ્રાઈડલ એક્ઝિબિશનનું અંજલિ રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન
એક્ઝિબિશન લોકો માટે 12 અને 13 ડીસેમ્બરના રોજ ઓપન રહેશે. જેમાં સવારે 10થી લઈને રાત્રિના 9 વાગ્યા સુધી અહીં આવીને ખરીદીનો મોકો મેળવી શકશો. તેમાં પણ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને વિવિધ સ્ટોલમાંથી શોપિંગની મજા શહેરીજનોએ પહેલા દિવસે માણી હતી. તેમાં પણ પ્રેટ વીઅર, જ્વેલરી, સ્ટાઈલિશ હેન્ડ બેગ, ફૂટવેર અને બહું રેંટ જોવા મળતી નવી જ ડીઝાઈન સાથેની એસેસરીઝ વગેરે અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.