અમદાવાદમાં કલાપુંજ સાનિધ્ય બંગલોઝ, ધનંજય ટાવરની સામે, સેટેલાઈટ પરંપરાગત આર્ટ ગેલેરીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલ તેમજ માનનીય શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં પરંપરાગત આર્ટ ગેલેરીનું અંજલી રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન આ નિમિત્તે કલાપુંજના ફાઉન્ડર અજીત શાહ તેમજ કો-ફાઉન્ડર મિથુન શાહ, આર્કિટેક્ટ દેવાંગ શાહ વગેરે આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ અંગે વધુમાં જણાવતા ફાઉન્ડર અખિલ શાહે કહ્યું હતું કે, ભારતના જુના પરંપરાગત ધંધાઓ પહેલા કલા કારીગરો પાસે હતા. હજારો લાખો વર્ષોથી રોજી રોટી મળતી પરંતુ મશીનરી આવવાના કારણે તે જતી રહી. તેઓ સ્લમમાં છે.
આ સ્લમમાં કોઈની પાસે ધંધો રહ્યો નથી. પરંતુ કલા કારીગરી હજુ પણ તેમની પાસે છે. એ બચાવવા માટે કલાપુંજ એક પ્લેટફોર્મ લઈને આવ્યું છે. જેમાં ઓર્ગનિક ફૂડથી લઈને એમ્બ્રોડરી જેવી આર્ટ ,જુના કાંસા અને પિત્તળના વાસણો, કચ્છની એમ્બ્રોડરી, ખાદી કે ઓર્ગનીક ફેબ્રિક વગેરે ઉપલબ્ધ છે.
આર્ય સંસ્કૃતિ લાઈફ સ્ટાઈલ માટે કામ કરે છે. જેથી ઓર્ગનિક સ્ટોરમાં ડાયરેક્ટ ખેડૂત પાસેથી લાવેલું ઓર્ગનિક ધાન પણ મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત ચરખાવાળા, ભૂજથી રોગાન કામ કરતા લોકોનો લાઈવ ડેમો, ઉનનું કામ કરે તેમનો લાઈવ ડેમો, ભારતની સૌથી મોટી કલમકારીનો આર્ટપીસ જેમાં ત્રણ વર્ષ સુધી માણસોએ કામ કર્યું છે. જે 18 ફૂટ લાંબો કલમકારી આર્ટ કહેવાય છે. તે પણ અહીં મુકવામાં આવ્યું છે.