- 1,500 કરોડના કાંડમાં અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠની ધરપકડ
- લોભામણી જાહેરાત આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ
- રાજસ્થાનના જેસલમેરમાંથી ધરપકડ કરી
અમદાવાદ : ક્રાઈમ બ્રાંચે આરોપી અમૂલ શેઠને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે એક દિવસનો રિમાન્ડ મંજુર કર્યો હતો. અમૂલ શેઠની ધરપકડની વાત વહેતી થયા બાદ અન્ય માલિકો પણ અંડરગ્રાઉન્ડ થયા છે. બીજી તરફ, આ કંપનીમાં રોકાણ કરનારા એટલે કે ભોગ બનનારાઓ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. અનિલ ટ્રેડ લિમિટેડ કંપનીમાં 12 ટકાના વ્યાજ આપવાનું કહી રોકાણકારો પાસે રોકાણ કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ઉપરાંત રોકાણકારોને વિશ્વાસ આવે તે માટે પાકતી મુદ્દતના ચેકો પણ આપવામાં આવતા હતા.
રાજસ્થાનના જેસલમેરમાંથી ધરપકડ કરી
અનિલ સ્ટાર્ચ કંપનીના માલિક અમૂલ શેઠની ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનના જેસલમેરની સૂર્યગઢ હોટલમાંથી ઝડપી પાડ્યો છે. કંપનીમાં રોકાણ કરનારાઓની મોટી ફરિયાદ સામે આવી હતી. તેઓએ CID, ક્રાઈમ બ્રાંચ, મુખ્યપ્રઘાન સહિત અન્ય જગ્યાઓએ ફરિયાદ કરી હતી. ભોગ બનનારાઓએ અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠ, પાયલ શેઠ, અનીસ શેઠ, કમલ શેઠ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.