અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં આતંકવાદની વિરુદ્ધમાં ભારત અને અમેરિકા સતત એક જ પ્રયાસમાં અને આતંકવાદી સામે લડવામાં સક્ષમ છે તેવી વાત કરી હતી, ત્યારે આ વાત કરતા આજે સ્ટેડિયમમાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.
ટ્રમ્પના ભાષણથી લોકો ખુશ, પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો - અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે વિશ્વમાં મહાસત્તા ધરાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરમાં સ્પીચ આપવામાં આવી હતા. સમગ્ર વિશ્વની નજર મોટેરા સ્ટેડિયમમાં હતી, ત્યારે પાકિસ્તાન અને આંતકવાદની વાત જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉચ્ચારવામા આવી, ત્યારે સમગ્ર સ્ટેડિયમમાં ચિચિયારીઓ ગુંજી હતી અને ત્યારબાદ લોકોએ પાકિસ્તાનની ઊંઘ ખરાબ થઈ ગઈ હોવાનું નિવેદન આપ્યું હતું.
![ટ્રમ્પના ભાષણથી લોકો ખુશ, પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો ટ્રમ્પના ભાષણથી લોકો ખુશ, પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યોટ્રમ્પના ભાષણથી લોકો ખુશ, પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6186035-thumbnail-3x2-ahddddd.jpg)
આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ નામ પે ભારત અને અમેરિકા વચ્ચે 3 બિલિયનના સુરક્ષા કરાર કરવાની પણ જાહેરાત કરી હતી. જ્યારે અમેરિકાના લોકો તમામ લોકોનું સ્વાગત કરે છે. જે અમેરિકાનું મહત્વ મૂલ્ય સમજે છે, પરંતુ આતંકવાદીઓ માટે કોઇ જગ્યા નથી. આ સાથે જ અમેરિકા અને ભારત વચ્ચે જે વેપાર થઈ રહ્યો છે. તે બાબતની પણ વાત કરી હતી અને વેપાર વધારવા માટેની પણ ચર્ચા કરી હતી, ત્યારે આ સમગ્ર મામલે મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ ભાષણને આવકાર્યું હતું, પરંતુ પાકિસ્તાનની ઊંઘ હરામ થઇ જશે તેવા પણ નિવેદનની સ્પીચ બાદમાં લોકોએ આપી હતી.
આમ, ડોનાલ્ડ ટ્રમ્પની નમસ્તે કાર્યક્રમ ખુબ સફળ રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાયુ હતુ, જ્યારે આ કાર્યક્રમ બાદ ભારત અને અમેરિકા વચ્ચે તમામ ક્ષેત્રે સારા સંબધો વિકસશે તેવી પણ લોકોએ નિવેદન કર્યું હતું.