અમદાવાદઃ મેમનગર ખાતે આવેલા અંધ કન્યા પ્રકાશ ગૃહની બે દિકરીઓ નિશા અને નેહા દ્વારા અંધ કન્યા પ્રકાશ ગૃહ શાળામાં જ તેમના માટે સ્પેશિયલ સંગીત શિક્ષકની નિમણૂક કરવામાં આવી હતી. સંગીત શિક્ષક દ્વારા 'કરાઓકે' ટેકનિકથી લતા મંગેશકરના જૂના ગીતોને પણ તેમને ખૂબ જ સુંદર અવાજમાં ગાઈ સંભળાવ્યું હતું.
દ્રષ્ટિ નથી પણ લક્ષ્ય નિશ્ચિત, આ અંધ દિકરીઓનો અવાજ તેમની ઓળખાણ છે!!! - memnagar news
અમદાવાદમાં આવેલી અંધ કન્યા પ્રકાશ ગૃહની બે દિકરીઓએ 'કરાઓકે' ગીતની તાલીમ લીધી છે. આ બે કન્યાઓએ જ્યારે લતા મંગેશકરે ગાયેલા ગીતો ગાયા, ત્યારે ઉપસ્થિત શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયો હતો.
બે અંધ કન્યાઓેએ ગીત ગાઈ મંત્રમુગ્ધ શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા
આ બંને બાળાઓએ 60થી 70ના દાયકાના ગીતો ગાયા હતા. ત્યારે હાજર શ્રોતાગણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. લતા મંગેશકરના અવાજમાં પણ તેમણે ગીતોની રજૂઆત કરી હતી. એક તબક્કે તો એવો ભાસ થતો હતો કે, ખુદ લતા મંગેશકર આ ગીતો ગાઈ રહ્યા છે.