આ પર્ફોર્મન્સમાં સંસદના તમામ મેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પણ હાજર રહ્યા હતા. અંધજન મંડળની બાળકીઓએ 'બેડા રાસ' રજૂ કર્યું હતું. આ બહેનોએ રોજ 10 કલાકની પ્રેક્ટિસ કરી હતી. આ પહેલા પણ 10 બહેનોએ રાષ્ટ્રપતિભવનમાં ગરબા રજૂ કર્યા હતા. જેનાથી પ્રભાવિત થઈને પ્રધાનમંત્રીએ સંસદના પ્રોગ્રામમાં તમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
અંધજન મંડળની બહેનોએ દિલ્હી સંસદમાં ગરબા રજૂ કર્યા - Delhi Parliament
અમદાવાદ: દિલ્હી ખાતે સંસદની લાઇબ્રેરીમાં કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંધજન મંડળની બાળકીઓએ પરફોર્મન્સ કર્યું હતું.
Delhi Parliament
ભૂષણ પુનાની કે જે અંધજન મંડળના કાર્યકારી સચિવ છે. તેમણે જણાવ્યું હતું કે, "બહેનો દિલ્હી પહોંચ્યા પછી રોજ 10 કલાકની પ્રેક્ટિસ કરતા હતા. તેમજ પરફોર્મન્સમાં કોઈ ખામી ન રહે તે માટે સવારે નવ વાગ્યાથી જ પ્રેક્ટિસનો પ્રારંભ કરવામાં આવતો હતો.