અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ઉમેદવારોનો ઉત્સાહ વધારવા ઉમેદવારીપત્ર ભરતા સમયે તેમની સાથે ઉપસ્થિત રહે છે. આવી જ રીતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે આણંદના પ્રવાસે પહોંચશે. અહીં ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ રાવલ ઉમેદવારી પત્ર ભરવા (BJP Candidate Mayur Raval Nomination Form) સવારે 10.45 વાગ્યે પ્રાન્ત કચેરી પહોંચશે. તે સમયે તેમની સાથે મુખ્યપ્રધાન પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
CM પટેલ આજે આણંદના પ્રવાસે, ઉમેદવારોનો વધારશે ઉત્સાહ ને સંબોધશે જાહેરસભા - Sojitra BJP Candidate Vipul Patel
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે આણંદના પ્રવાસે જશે. અહીં તેઓ ભાજપના ઉમેદવાર મહેશ રાવલ ઉમેદવારી ફોર્મ (BJP Candidate Mayur Raval Nomination Form) ભરવા જશે. તે સમયે ઉપસ્થિત રહેશે. સાથે જ મુખ્યપ્રધાન (CM Bhupendra Patel) અહીં જાહેર સભાને પણ સંબોધન કરશે. મુખ્યપ્રધાનના અન્ય કયા કાર્યક્રમ છે તેની પર કરીએ એક નજર.
CM જાહેરસભા સંબોધશે ત્યારબાદ મુખ્યપ્રધાન (CM Bhupendra Patel) આણંદમાં અક્ષર ફાર્મ ખાતે જાહેરસભાને (CM Bhupendra Patel Public Meeting in Anand) પણ સંબોધન કરશે. ત્યારબાદ આણંદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ (Anand Assembly Seat BJP Candidate Yogesh Patel) અને સોજિત્રા બેઠક પર ભાજપના ઉમેદવાર વિપુલ પટેલ પણ ઉમેદવારી પત્ર ભરવા (Sojitra BJP Candidate Vipul Patel) જશે. તેમની સાથે પણ મુખ્યપ્રધાન ઉપસ્થિત રહીને તેમનો ઉત્સાહ વધારશે.
ચૂંટણીનો રંગ જામ્યો મહત્વનું છે કે, ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) રંગ બરાબરનો જામી ગયો છે. ત્યારે ઉમેદવારો ઉત્સાહપૂર્વક ઉમેદવારી નોંધાવી રહ્યા છે. બીજી તરફ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવારોનો ઉત્સાહ યથાવત્ રાખવા માટે કોઈ કસર છોડતા નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પહેલા મુખ્યપ્રધાન (CM Bhupendra Patel) કચ્છમાં ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તે સમયે પણ ઉપસ્થિત રહ્યા હતા.