અમદાવાદઃ નાણાપ્રધાન નીતિનભાઇ પટેલે 2,17,287 કરોડનું કદ ધરાવતું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં અનેક સેક્ટરમાં અનેક ક્ષેત્રોમાં વિવિધ રકમની ફાળવણી કરી છે અને અને ગુજરાતની પ્રજા ને 320 કરોડ રૂપિયાની વેરામાં માં રાહત આપી છે. ખાસ કરીને વીજકરમાં ઘટાડો કરીને ગુજરાતની જનતાને ખૂશ કરી છે. ગુજરાતમાં બજેટ અંગેનું વિશ્લેષણ કરી રહ્યા છે etv ભારતના બ્યુરો ચીફ ભરત પંચાલ... તો આવો જોઈએ ગુજરાતના બજેટનું વિશ્લેષણ.
ગુજરાતના બજેટમાં રૂપિયા 320 કરોડની કરવેરામાં રાહત, જૂઓ બજેટના લેખા-જોખા, ETV ભારત સાથે... - NITIN PATEL NEWS
નાણા પ્રધાન નીતિનભાઇ પટેલે બુધવારે ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ગુજરાતની પ્રજાને 320 કરોડ રૂપિયાની કરવેરામાં રાહત આપી છે. તેમજ માદરેવતન નવી યોજના જાહેર કરી અને ગુજરાતના સર્વાંગી વિકાસ અને ઉત્તમ વિકાસ માટે સૌનો સાથ માગ્યો છે.
analysis-of-gujarat-budget
ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, જેને કારણે નાણા પ્રધાન નીતિનભાઇ પટેલે બજેટમાં શહેરી વિસ્તારના વિકાસ માટે 13,440 કરોડની જોગવાઇ કરી છે. ખાસ કરીને શહેરને સ્વચ્છ રાખવા, વિકાસ કરવો, રોડ રસ્તા, ગટર યોજના, પાણી પુરવઠા, નદીઓ, તળાવો સ્વચ્છ કરવા, સીસીટીવી, એરિયા ડેવલપમેન્ટ, રેલવે ફાટક, પ્લાસ્ટિક મુક્ત કરવા ઘણી બધી જૉગવાઈઓ કરી છે. આ બજેટ ને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.