ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદથી વતન જવા માગતા લોકો માટે ઓફ-લાઈન વ્યસ્થા ઉભી કરાઈ

કોરોના વાઇરસ મહામારી વચ્ચે હજારો શ્રમિકો અન્ય રાજ્યોમાં ફસાયા છે, ત્યારે અમદાવાદથી પોતાના વતન પરત જવા માગતા લોકો માટે ઓફ લાઇન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Etv BHarat, Gujarati News, Ahmedabad News, Covid 19
અમદાવાદથી વતન જવા માંગતા લોકો માટે ઓફ-લાઈન વ્યસ્થા ઉભી કરાઈ

By

Published : May 5, 2020, 10:57 AM IST

અમદાવાદઃ કોરોના લોકડાઉનને પગલે અમદાવાદમાં ફસાયેલા પરપ્રાંતીઓને વતન પરત જવા માટે તંત્ર દ્વારા ઓફ-લાઈન ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે તે ન ફાવે તો કોલ સેન્ટરમાં ફોન કરી નોંધણી કરવી શકશે.

અમદાવાદથી વતન જવા માંગતા લોકો માટે ઓફ-લાઈન વ્યસ્થા ઉભી કરાઈ

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પણ આ માટે વિશેષ સુવિધા ઉભી કરાઇ છે. અમદાવાદ જિલ્લા કલેકટર કે. કે.નિરાલાએ જણાવ્યું કે, જે પરપ્રાંતીય લોકો ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ રજીસ્ટ્રેશન નથી કરી શકતા તે લોકો કોલ સેન્ટર પર ફોન કરી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. સોમવાર રાતથી કોલ સેન્ટર કાર્યરત કરાશે. 1800-233-9008 અને 079 26440626 હેલ્પ લાઇન નંબર ઉપર તેમની વિગતો જણાવી શકશે.

આ માટે એક ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યુ છે, જેમાં વતન પરત ફરવા માંગતા લોકો તેમનું નામ ક્યાંથી જવાના છે?, ક્યાં જવાનું છે?, તેમની સાથે અન્ય કોણ છે? સંપર્ક નંબર ઉપરાંત તેઓ વિદ્યાર્થી, યાત્રિક કે શ્રમિક છે એ તમામ વિગતો ભરવાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details