ગુજરાત

gujarat

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં આઇસોલેશન સેન્ટર ઉભું કરાયું, 37 દર્દીઓ સારવાર હેઠળ

By

Published : May 2, 2021, 2:29 PM IST

અમદાવાદની પરિસ્થિતિ કોરોનાના કારણે દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ 50 બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અત્યારે 37 જેટલા કેદીઓ પોઝિટિવ આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે.

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં આઇસોલેશન સેન્ટર ઉભું કરાયું
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં આઇસોલેશન સેન્ટર ઉભું કરાયું

  • અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ 50 બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કરાયું
  • 37 જેટલા કેદીઓ પોઝિટિવ આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇ રહ્યા
  • કેદીઓને આ આઇસોલેશન સેન્ટરમાં જ સારવાર આપવામાં આવી રહી

અમદાવાદ : સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમદાવાદની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલની જો વાત કરવામાં આવે તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ 50 બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અત્યારે 37 જેટલા કેદીઓ પોઝિટિવ આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે.

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને જેલમાં જ સારવાર આપવામાં આવી રહી

આ બાબતે અમદાવાદ સેન્ટ્રલ જેલ ના ડીવાયએસપી ડી.વી. રાણાએ ETV BHARAT સાથે ખાસ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ કોઈકને ધ્યાનમાં લઇને તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે લક્ષણો ધરાવતા દર્દીઓને જેલમાં જ સારવાર આપવામાં આવી રહી છે. જેમાં અત્યારે 37 જેટલા કેદીઓ પોઝિટિવ આવ્યા છે. જેઓને માઈલ્ડ કોરોનાના લક્ષણો સામે આવ્યા છે. તેઓને જેલમાં ઉભું કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં જ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે જો કોઈ કેદીની તબિયત વધુ ખરાબ થાય તો તેઓને સિવિલ હોસ્પિટલ અથવા સમરસમાં દાખલ કરવામાં આવે છે.
આ પણ વાંચો : રાજકોટ સમરસ હોસ્ટેલમાં દર્દીઓ માનસિક તાણ ન અનુભવે તે માટે કાઉન્સિલર ટીમની અનોખી સેવા

અત્યારસુધીમાં 100થી વધુ કેદીઓ પોઝિટિવરાણાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેદીઓ પોઝિટિવ આવ્યા છે. જેમાં વધુ લક્ષણો ધરાવતા કેદીઓને અમદાવાદ સિવિલ અથવા સમરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાંથી તેઓ સ્વસ્થ થઈને પરત ફરે તો પણ સેન્ટ્રલ જેલ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા કેદીઓ માટે અલગ બેરેક બનાવવામાં આવી છે જેને આઇસોલેશન બેરેક તરીકે પણ ઓળખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની આરોગ્ય પ્રધાને મુલાકાત લીધી

દર્દીઓએ 14 દિવસ માટે આઇસોલેશન બેરેકમાં રાખવામાં આવે
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઇસોલેશન બેલેન્સ પણ રાખવામાં આવે છે. જેમાં પોઝિટિવ થયેલા દર્દીઓને સિવિલ હોસ્પિટલ અથવા તો સમરસમાંથી સારવાર મેળવી અને નેગેટિવ થયા હોય ત્યારે સાવચેતીને ભાગ રૂપે જેલમાં આવા દર્દીઓએ 14 દિવસ માટે આઇસોલેશન બેરેકમાં રાખવામાં આવે છે અને 14 દિવસ પછી તેઓને સામાન્ય એટલે કે જનરલ બેરેકમાં મૂકવામાં આવે છે. આમ, સેન્ટ્રલ જેલ ખાતે કોવિડ પોઝિટિવ કેદીઓને રહેવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.


અમદાવાદથી પાર્થ જાનીનો ખાસ એહવાલ

ABOUT THE AUTHOR

...view details