- 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
- નિલેશ વૈશ્યક દિવ્યાંગ માટે પ્રેરણાસ્ત્રોત
- સ્પર્ધાત્મક પરીક્ષાઓની કરાવે છે વિનામૂલ્યે તૈયારીઓ
અમદાવાદઃ સંકલ્પશક્તિ શું કરી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ નીલેશભાઈ વૈશ્યક પુરુ પાડી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં જન્મેલા નીલેશભાઈ જીવનમાં તડકો-છાયાનો અનુભવ કરીને એક એવા સ્થાને પહોંચ્યા કે તેમને અભિનંદન આપવા પડે. તેમની સંકલ્પશક્તિના આધારે અનેક સંધર્ષો વેઠી સ્વમાનભેર જીવન જીવી અને વિકલાંગો માટે કેવી રીતે પ્રેરણાસ્રોત બની રહ્યા છે તેની વાત જાણીએ.
નાનપણથી જ ડાબા પગે પોલિયો હતો
તેમણે જણાવ્યું હતું કે મને ડાબા પગે પોલિયો થયો અને નાનપણથી જ કેલીપર્સ પહેરી એક નિશાળિયો બન્યો હતો. ગ્રામ્ય જીવનમાં સુવિધાના અભાવે તકલીફ રહેતી પરંતુ મારાં માતા-પિતા દ્વારા મને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી કાળજીથી હું ઊછરતો જતો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે નાનપણમાં મારા ઑપરેશન બાદ કસરત માટે દરરોજ સવારે 8ઃ30ની ટ્રેનમાં અમદાવાદ મને મારાં માતા-પિતા લઈને આવતા અને 11ઃ30ની ટ્રેનમાં મારી બા મને લઈને પાછા આવે અને મારા પિતાજી નોકરીએ જાય. આમ મારી સંકલ્પશકિતનું મુખ્ય બળ જો કોઈ હોય તો મારા પિતા જ છે.
સંઘર્ષ ભર્યું વિદ્યાર્થી જીવન
આજે હું દુનિયા સામે સ્વમાનભેર જીવી શકું છે ? મારા પિતાની દેન છે. એક કિલોમીટર ચાલીને હું શાળાએ જતો થયો તેમાં મારા પાપાનો ખૂબ મોટો ફાળો છે. ધોરણ 1થી 10 સુધીમાં અભ્યાસમાં મારો 1થી 4 નંબર આવતો હતો. મારા શિક્ષકોમાં હું પ્રિય વિદ્યાર્થી બની રહ્યો હતો. કોલેજ કાળમાં એક કડવા અનુભવ કે જેમાં વર્ગમાં લાંબા પગ કરીને બેસશો તો નહીં ચાલે વિકલાંગતાના લીધે નીચે ન બેસી શકવાને કારણે આવનારી પરીક્ષામાં નાપાસ થયો હતો.
માતા-પિતાએ દિલાસો આપ્યો
જીવનની ખરી વાસ્તવિકતા સમજાણી અને મને થયું કે મારી વિકલાંગતા નડતી હોય તો શુ કરવું? હું ઘરે આવી ખૂબ ૨ડ્યો હતો. મારી વેદના મારા માતા-પિતા સમજતાં હતાં. મને દિલાસો આપવા તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. મારા પિતાજીએ મને એવી કેળવણી આપી હતી કે હું સહેલાઇથી ડગી ન જવું અને તેમાં ભગવાન મારી તરફેણમાં હતા. અચાનક સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી મને એક કાગળ મળ્યો હોતો. પાછો હું રડી પડ્યો પણ આ આંસુ ખુશીનાં હતાં. મને સરદાર પટેલ યુનિવર્સિટીએ લાઈબ્રેરી સાયન્સના અભ્યાસ માટે પ્રવેશ આપ્યો હતો. મને ફેકલ્ટીના હેડ એવા રાવલસાહેબ અને ઉર્મિલાબહેન ત૨ફથી અનેરી હૂંફ મળી અને હું ત્યાં હોસ્ટેલમાં રહી અભ્યાસ પૂરો કરી શક્યો.
પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે
શારીરિક કમી હોવા છતાં અનેક કાર્યમાં પોતે પણ આગળ વધી રહ્યા છે. તેઓએ એપ્રિલ 2000માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એમ ફીલ કરી શિક્ષણ ક્ષેત્રે પૂર્ણવિરામ નથી મુક્યું. તેમણે વીર નર્મદ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. તેમના સંશોધનનો વિષય છે ‘અંધ કિઝિરની થેરાપી. ડોક્ટરીની માહીતી, જરૂરિયાત અને ઉપયોગિતાની પદ્ધતિ. વર્તમાનમાં તેઓ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં ગ્રંથપાલ તરીકેની સેવા આપે છે.