અમદાવાદ:અમદાવાદના પર્યાવરણ મિત્ર NGO દ્વારા ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) અને ડિસીલ્ટીંગ કરવા ઉપરાંત નદીમાં થતાં ગેરકાયદેસર ખનન અટકાવવા (Illegal sand mining in river)માટે પત્ર લખવામાં આવ્યો. પર્યાવરણ વિદ મહેશ ભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે 2021માં રાજ્યમાં 102 ટકા વરસાદ થયો હતો. તેમ છતાં હાલ પાણી અછત (Water problem in Gujarat )હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સરદાર સરોવર ડેમ સૌની યોજના, સુજલામ સુફલામ્ યોજના આધારિત છે. જો સરદાર સરોવરમાં પૂરતા પ્રમાણ પાણીનો જથ્થો નહિ હોય તો કેવી રીતે પાણી પહોંચાડીશું એક મોટો પ્રશ્ન ઊભો થાય છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા: દમા ગામ નજીક ગેરકાયદે ખનન ઝડપાયું
રાજ્યના 51 ડેમ ઓવરફલો થયા હોવા છતાં પાણીની અછત -વધુમાં ઉમેર્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનતા જ સરોવર ડેમ ઊંચાઈ વધારી દેવામાં આવી હતી. જેમાં કારણે આજ સરદાર સરોવરમાં 53 ટકા જેટલું પાણી જોવા મળી રહ્યું છે. ગત વર્ષે રાજ્યમાં 102 ટકા વરસાદ થયો હતો. રાજ્યના 206 ડેમમાંથી 51 ડેમ ઓવરફ્લો થયા હતા. જેમાં જામનગરના 19 અને રાજકોટના 18 ડેમ ઓવરફ્લો થયા હતા. તેમ છતાં આજ ડેમ પાણી નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેના કારણે રાજ્યના વિવિધ ડેમમાં ડિસીલ્ટીંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.