ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓટોરિક્ષા ચાલકોની અર્ધબેરોજગારી અને ન્યાયિક માંગણીઓ અનુસંધાને હડતાલ કરવાની સરકારને ચીમકી - ઓટો રિક્ષા યુનિયન

અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષા ડ્રાઈવર્સ યુનિયન અને જાગૃત ઓટો રિક્ષા ડ્રાઈવર્સ યુનિયને 22 માર્ચ 2021ના રોજ સોમવારે ઓટો રિક્ષાની હડતાલ જાહેર કરી છે. ગુજરાત રાજ્ય અને અમદાવાદ જિલ્લાની અંદર અનુક્રમે આશરે નવ લાખ અને અઢી લાખ જેટલી ઓટો રિક્ષાના પરમીટ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યુવાનોને બેરોજગારીથી મુક્તિ અને પ્રજાને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મળી રહે તે બાબતે આપવામાં આવેલા સાધન છે.

ન્યાયિક માંગણીઓ કરી
ન્યાયિક માંગણીઓ કરી

By

Published : Mar 10, 2021, 10:25 PM IST

  • જાગૃત ઓટો રિક્ષા ડ્રાઈવર્સે જાહેર કરી હડતાલ
  • કોરોનાને લીધે ઓટો રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી
  • ન્યાયિક માંગણીઓ કરી

અમદાવાદ: જિલ્લામાં કુલ સાત રજીસ્ટર ટ્રેડ યુનિયનો છે. જેમાંથી ચાર રજીસ્ટર ટ્રેડ યુનિયનો હાલની પરિસ્થિતિમાં નિષ્ક્રિય અને ત્રણ રજીસ્ટર ટ્રેડ યુનિયનો સક્રિય અવસ્થામાં છે. એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા કોરોના-19 લોકડાઉનના કારણે રોજ લાવીને રોજ જમતાં આ ઓટો રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે. જેના કારણે ગુજરાત રાજ્યમાં ઘણા ઓટો રીક્ષાચાલકોએ આત્મહત્યા કરી હતી. તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર સહાયના નામે યોજના ઘડીને ઓટો રિક્ષા ચાલકોને લોલીપોપ આપવામાં આવી હતી.

આ પણ વાંચો:કચ્છમાં ટ્રાન્સપોર્ટ દ્વારા ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહીની વિરુદ્ધમાં હડતાળ

રિટ પિટિશન કરી દાખલ

ગુજરાત રાજ્યના આશરે નવ લાખ ઓટો રિક્ષામાંથી ફક્ત 820 ઓટો રિક્ષાચાલકોને આ યોજના અંતર્ગત કોરોનાની નાણાકીય સહાય કરવામાં આવી હતી. જે નહીવત્ સમાન છે. જેના કારણે ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયનો દ્વારા નામદાર હાઇકોર્ટ ઓફ ગુજરાતમાં એક રિટ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારને 28 દિવસમાં ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયનની માંગણી સાંભળીને યોગ્ય નિર્ણય લેવા જણાવેલું હતું. તે બાબતે પણ રાજ્ય સરકારે કોઈપણ પ્રકારના પગલાં ન ભરતાં આ ટ્રેડ યુનિયન દ્વારા નામદાર હાઈકોર્ટ ઓફ ગુજરાતના હુકમના અનાદર બાબતની પણ અરજી કરવામાં આવેલી છે. જેના આખરી હુકમ ગુજરાત રાજ્ય સરકારે એવું સ્વીકાર્યું હતું કે, અમે વળતર આપવા બાબતનો છેલ્લો નિર્ણય કરી દીધેલો છે.

આ પણ વાંચો:સુરત મનપા કચેરીમાં સફાઈ કામદારોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો

એક દિવસની પ્રતિક હડતાલ

મુજબની બાબતના અનુસંધાને અમે ઓટો રિક્ષા યુનિયન દ્વારા 22 માર્ચ 2021ના રોજ સોમવારે અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષાચાલકની એક દિવસની પ્રતિક હડતાલ કરવામાં જઈ રહ્યા છીએ અને સરકાર જો અમારી ન્યાયિક માંગણીઓનો સત્વરે ઉકેલ ન લાવે તો અમે આગેવાન પોતાના પ્રાણ આપતા(આત્મહત્યા કરતા) અચકાશું નહીં તેમ જાહેરાત કરીએ છીએ. જેમાં AIMIM અને દલિત અધિકાર મંચે ટેકો જાહેર કરેલો છે.

કોરોનાને લીધે ઓટો રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી

ABOUT THE AUTHOR

...view details