ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામને ઑક્સિજન પ્લાન્ટ ફાળવવા બાબતે મુખ્યપ્રધાનને સંબોધીને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું ‌ - કોવિડ- 19

વિરમગામ તાલુકામાં ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા બાબતે યુવાશક્તિ ગ્રુપ, મિલરોડ ઠાકોર સમાજ, કરણીસેના દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જ્યારે રાજ્ય સરકાર દ્વારા ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ ન ફળવાતા નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે

વિરમગામને ઑક્સિજન પ્લાન્ટ ફાળવવા બાબતે મુખ્યપ્રધાનને સંબોધીને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું ‌
વિરમગામને ઑક્સિજન પ્લાન્ટ ફાળવવા બાબતે મુખ્યપ્રધાનને સંબોધીને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું ‌

By

Published : May 3, 2021, 9:24 PM IST

  • વિરમગામ ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવાની માંગ
  • પ્લાન્ટ ન સ્થાપાતા લોકોમાં ફેલાયો રોષ
  • આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી

વિરમગામ: અત્યારે રાજ્ય અને અમદાવાદ જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ વધારે જોવા મળી રહ્યા છે અને કોરોનાની બીજી લહેરમાં કોરોના વાઇરસના દર્દીને ઑક્સિજન લેવલ ઘટી જવાથી અને ઑક્સિજન નહીં મળવાથી મૃત્યુનો દર વધી રહ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં તાલુકા સ્તરે સરકાર દ્વારા ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વિરમગામ તાલુકામાં ઑક્સિજન પ્લાન્ટ ન ફળવાતા નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું માનવું છે કે વિરમગામને હંમેશા અણગમો રાખી અન્યાય કરવામાં આવે છે.

મુખ્યપ્રધાનને સંબોધીને નાયબ કલેકટરને અપાયું હતું આવેદનપત્ર

થોડા દિવસ પહેલાં મુખ્યપ્રધાનને સંબોધીને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના, યુવાશક્તિ ગ્રુપ, કરણી સેના, મિલ રોડ ઠાકોર સમાજ દ્વારા વિરમગામને સરકાર દ્વારા ઑક્સિજન પ્લાન્ટ ફાળવવા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

વધુ વાંચો:કોરોના દર્દીઓને સકારાત્મક ઉર્જા વધારવા રાજકોટ સમરસ હોસ્ટેલમાં સાઉન્ડ સિસ્ટમ ફીટ કરાઇ

જિલ્લામાં તાલુકા સ્તરે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની થઇ જાહેરાત

દસકોઈ તાલુકામાં બે ધોળકા તાલુકામાં એક માંડલ તાલુકામાં એક પ્લાન્ટ સાણંદ તાલુકામાં એક પ્લાન્ટ તેમજ સોલા સિવિલ અને સિંગરવા સહિતની જગ્યાએ ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરાઈ. તેમાં વિરમગામ બાકાત રાખવામાં આવ્યું શું કામ ? શું માંડલ કરતાં વિરમગામ તાલુકો મોટો નથી? વિરમગામને અન્યાય કેમ? તેવી લાગણી લોકોમાં ફેલાઇ રહી છે.

વધુ વાંચો:વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપી 8 આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માગ કરી

આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી

વિરમગામ મોટો તાલુકો છે અહીંયા કોરોનાના કેસ પણ મોટા પ્રમાણમાં છે. જેથી ઑક્સિજન પ્લાન્ટની જરૂરિયાત વિરમગામ તાલુકામાં વધુ છે પરંતુ વિરમગામ સાથે હંમેશા અન્યાય કરવામાં આવે છે પરંતુ દિન દસમા વિરમગામ તાલુકામાં ઑક્સિજન પ્લાન્ટ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો વિરમગામ તાલુકાની પ્રજાને નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.

ABOUT THE AUTHOR

...view details