અમદાવાદમાં દાણીલીમડા શાહઆલમ નજીકના રૂટ ઉપર અત્યંત ખરાબ પરિસ્થિતિ જોવા મળી હતી. જેમાં આવતા-જતા વાહનો ખાડામાં પછડાતા જોવા મળ્યા હતા. જેમાં ખાસ કરીને ટુ વ્હીલર ચલાવનારા વાહનચાલકોની તો આ ખાડામાં પછડાઈ પછડાઈને કમર તૂટી ગઈ હોય, તેટલી હદ સુધી તેઓ હેરાન-પરેશાન છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ ત્રણ મહિના થઇ જવા છતાં પણ આ ખાડાઓનું તેમજ રસ્તાઓનું સમારકામ કરવામાં આવતું નથી.
દાણીલીમડા રોડ ઉપર ખાડા ભરમાર, વાહન ચાલકો પરેશાન - BRTS Danilimda Shahlam route
અમદાવાદ: ચોમાસા દરમિયાન ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઇ રહેવાના કારણે રસ્તા ઉપર ગાબડા પડેલા છે, ત્યારે વરસાદી પાણી ભરાઇ રહેવાના કારણે રસ્તા ઉપર પડેલા ખાડા તેમજ ગાબડાઓથી અકસ્માત થવાની સંભાવનાઓ પણ ખૂબ જ વધારે રહેલી છે. અમદાવાદમાં BRTSની દાણીલીમડા શાહઆલમ પાસેના રૂટ ઉપર અત્યંત ખરાબ પરિસ્થિતિ જોવા મળી હતી.
etv bharat amd
જ્યારે પશ્ચિમ વિસ્તાર હોય તો તાત્કાલિક ધોરણે નવા રોડ પણ બની જતા જોવા મળેલા છે, ત્યારે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. લોકોના જણાવ્યાંનુસાર આ ગરીબ વિસ્તાર છે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય, એવું તો નહીં હોય ને? તેવા પ્રશ્નો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.