અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં નજીવી બાબતમાં કોન્સ્ટેબલ રવિન્દ્ર જાડેજા અને તેમના મિત્ર ધવલ સોલંકી સાથે સાંજે સાત વાગ્યે ચમનપુરા પાસે જમવા બેઠા હતા. તે દરમિયાન ચાઇના ગેંગના સભ્યો પણ ત્યાં જમવા માટે આવ્યા હતા અને કોન્સ્ટેબલ રવિન્દ્ર જાડેજા ચાઇના ગેંગના સભ્યોના હાથમાં તીક્ષ્ણ હથિયાર જોઈ જતા તેમની વચ્ચે પ્રાથમિક બોલાચાલી થઇ હતી. જે બોલાચાલી એટલી ઉગ્ર બની તે જોતજોતામાં તો ખૂની ખેલ ખેલાઈ ગયો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે, શહેર પોલીસ એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બંદોબસ્ત મા હતી અને તે જ સમયે ચાર જેટલા ઈસમો શહેરમાં ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયાર લઇ ફરી રહ્યા હતા.
અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરનાર 1 આરોપી ઝડપાયો, 3 આરોપી હજુ ફરાર - શાહીબાગ વિસ્તાર
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે-દિવસે કથળી રહી હોય તેઓ લાગી રહ્યું છે. કારણ કે, શહેરની સુરક્ષા અને સલામતી જેના માથે થોપાય છે તે જ શહેર પોલીસ સામે અસામાજિક તત્વો માથાભારે બન્યા છે.
અમદાવાદના શાહીબાગમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિન્દ્ર જાડેજા બંદોબસ્ત પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા. પરંતુ ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયાર લઇ ચાર શખ્સો પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર જાડેજા અને તેમના મિત્રની હત્યા કરી નાખે છે, ત્યારે પોલીસે હજુ સુધી માત્રને માત્ર એક આરોપીની ધરપકડ કરી સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આરોપીની ધરપકડ કર્યા બાદ હજી પોલીસ અસમંજસમાં છે કે, સૌથી પ્રથમ બોલાચાલી ક્યા આરોપી જોડે થઈ હતી. પકડાયેલા આરોપી પાસે સૌથી પહેલા બોલાચાલી થઈ હતી કે નહીં અને તેની જોડે હથિયાર હતું કે, નહીં તે જાણવામાં પોલીસ હજી નિષ્ફળ રહી છે.
જો કે, ચાઇના ગેંગનો એક આરોપી પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે ત્રણ આરોપીઓ હજી શહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે હવે પોલીસ અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરે છે કે નહીં તે જોવું રહ્યું છે.