ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ચોકલેટ લેવા ગયેલી 8 વર્ષની બાળકીને દુકાનદારે ભર્યું બચકું - અમદાવાદ રખિયાલ પોલીસ

અમદાવાદમાં તાજેતરમાં બાળકો સાથે શારીરિક અડપલા કે, અન્ય બનાવો નોધાયા છે. ત્યારે વધુ એક ગુનો નોધાયો છે. જેમાં 8 વર્ષની બાળકી ચોકલેટ લેવા ગઈ ત્યારે એક દુકાનદાર તેને બચકું ભર્યું હતું. જે મામલે રખિયાલ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

ahmedabad
અમદાવાદ: ચોકલેટ લેવા ગયેલ 8 વર્ષની બાળકીને દુકાનદાર ભર્યું બચકું

By

Published : Oct 24, 2020, 9:54 AM IST

  • રખિયાલમાં ચોકલેટ લેવા ગયેલી બાળકીને બચકું ભર્યું
  • 50 વર્ષના દુકાનદારે બાળકીને ભર્યું બચકું
  • પોલીસે ગુનો નોંધીને આરોપીની કરી ધરપકડ

અમદાવાદ: તાજેતરમાં શહેરમાં બાળકો સાથે શારીરિક અડપલા કે અન્ય બનાવો નોંધાયા છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 8 વર્ષની બાળકી ચોકલેટ લેવા ગઈ ત્યારે એક દુકાનદારે તેને બચકું ભર્યું હતું. જે મામલે રખિયાલ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ: ચોકલેટ લેવા ગયેલ 8 વર્ષની બાળકીને દુકાનદાર ભર્યું બચકું

8 વર્ષની બાળકીને આધેડે ભર્યું બચકું

રખિયાલમાં 7 વર્ષની બાળકી ઘરની નજીકમાં આવેલ દુકાનમાં ચોકલેટ લેવા માટે ગઈ હતી. આ દરમિયાન દુકાનદારે તેનો હાથ પકડીને દુકાનમાં ખેંચી લીધી હતી અને ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું. બાળકીને ગાલનાં ભાગે ઇજાનાં નિશાનો પણ જોવા મળ્યા હતા.

પોલીસે ગુનો નોંધીને આરોપીની કરી ધરપકડ

બાળકીએ આ અંગે પરિવારને જાણ થતાં પરિવાર દુકાનદારને ત્યાં પહોંચ્યા હતા. જોકે, દુકાનદારે આ બાબતે તેઓની માફી પણ માંગી હતી. પરંતુ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details