ગુજરાત

gujarat

By

Published : Jul 18, 2023, 3:24 PM IST

ETV Bharat / state

Ahmedabad News: શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં ભરતી મેળો, અમુલના ડિરેક્ટર જુવાનસિંહ હવે કોંગ્રેસમાં

ગુજરાત કોંગ્રેસની તમામ શક્તિસિંહ ગોહિલે સંભાળ્યા બાદ કોંગ્રેસની અંદર ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ આમદની પાર્ટીમાંથી 150 જેટલા અલગ અલગ કાર્યકર્તાઓ તેમજ નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા ત્યારે આજે અમૂલના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણને પણ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.

amul-director-juwan-singh-chauhan-also-left-bjp-and-joined-congress-shaktisinh-gohil-president
amul-director-juwan-singh-chauhan-also-left-bjp-and-joined-congress-shaktisinh-gohil-president

અમુલના ડિરેક્ટર જુવાનસિંહ હવે કોંગ્રેસમાં

અમદાવાદ: લોકસભા 2024ની ચૂંટણી પહેલા નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂક કરી હતી. ત્યારબાદ કોંગ્રેસને ફરી એકવાર બેઠી કરવા માટે અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ જ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે.આજે અલગ અલગ સમાજના સામાજિક કાર્યકર્તાઓ શક્તિસિંહ ની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

'સહકારી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર લોકો પણ હવે કોંગ્રેસ પસંદ કરી રહ્યા છે. આજ અમૂલના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણને પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કરી રહ્યા છે. અમુલએ સહકાર સહકારી ક્ષેત્રમાં આવે છે. ભાજપ રાજકીય હસ્તક્ષેપ કરે છે તેવા આક્ષેપ પણ કર્યા હતા. કોંગ્રેસનો સત્તા પડાવી લેવાનો ઉપદેશ નથી પણ માત્ર લોકોને સેવા કરવાનો જ ઉદ્દેશ છે આજ રાજ્યના હજારો યુવાનો બેરોજગાર છે તેમને સરકારી નોકરી ન મળતાં કોન્ટ્રાકટ પર કામ કરવા મજબૂર બન્યા છે. કોંગ્રેસ આવા યુવાનો સાથે ઉભી છે અને તેમના પ્રશ્નોની વાચા આપવા આવી રહી છે.' -શક્તિ સિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ

વિરોધ કરવાનો અધિકાર:વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ લોકશાહીમાં વિરોધ કરવો જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિરોધ કરવામાં આવતું નથી. જે સમય ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું. સચિવાલયમાં એક ખૂણામાં વિરોધ કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. જે પણ તેમની સમસ્યા હોય એ સરકાર સામે મૂકી શકતા હતા. પરંતુ હાલ ભાજપના શાસનમાં ચાર વ્યક્તિ ભેગા થઈને પણ વિરોધ કરી શકતા નથી. જેના કારણે ભારતીય જનતા પાર્ટી દેશમાં અને રાજ્યમાં તાનાશાહી સરકાર ચલાવી રહી છે.

વિધાનસભાની ટીકીટ ન મળતા ભાજપ છોડ્યું:ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલ જુવાનસિહ ચૌહાણએ જણાવ્યું હતું કે હું ફરી એકવાર પોતાના જ ઘરમાં પરત આવ્યો છું મન દુઃખ થવાને કારણે કોંગ્રેસ છોડ્યું હતું અને ભાજપમાં ગયો હતો. ભાજપમાં લોકોના પ્રશ્નોનો સાંભળવામાં આવતા નથી. ભાજપના અમુક પ્રતિનિધિઓ નવા માણસો અને ગ્રાહકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. સાથે 2013 માં વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની માંગણી કરી હતી જે ટિકિટ ન મળતા મેં ભાજપ છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.

કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયત્ન:છેલ્લા 27 વર્ષ ગુજરાતમાં અને 9 વર્ષેથી કેન્દ્રમાં સત્તા દુર છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી હતી. રાહુલ ગાંધી દ્વારા પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા કરીને એક ભારત કરવાનો પ્રયત્ન કર્યો હતો. અલગ અલગ સમાજના લોકોને મળીને તેમની સમસ્યાઓને જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ગુજરાતના પણ છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર છે. કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી હતી. જગદીશ ઠાકોરની જગ્યાએ સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે છે. કોંગ્રેસની અંદર આમ આદમી પાર્ટીના અલગ અલગ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા હતા. આજે વધુ અલગ અલગ સમાજના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે.

  1. Ahmedabad News : પાઠ્ય પુસ્તકોમાં કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
  2. Bengaluru Opposition Meeting: વિપક્ષી એકતા પર મેગા બેઠક ચાલુ, ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તા કે પીએમ પદમાં રસ નથી

ABOUT THE AUTHOR

...view details