અમદાવાદ: બસમાં સવાર થતાં યાત્રીઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. AMTS બસની સીટો ઉપર અહીંયા બેસવું નહીં તેવા સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જેથી પ્રવાસી બેની સીટમાં એક પેસેન્જર બેસી શકે. 700 બસ ચાલતી હતી, હવે તની તુલનાએ 50 ટકા એટલે કે, 350 બસ જ દોડશે. બસમાં કેપેસિટી કરતા અડધા જ એટલે કે, 16 મુસાફરો બેસી શકશે. 125 રૂટમાંથી 61 રૂટ ચાલુ કરાશે.
સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે આજથી અમદાવાદમાં AMTS બસની સેવા શરૂ - સોશ્યિલ ડિસ્ટન્સ
અમદાવાદમાં આજથી AMTS બસની સેવા ફરીવાર શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના અનેક બસ ડેપો પર AMTS બસની સફાઈ કરવામાં આવી હતી. જે બાદ બસ સેવાને શરૂ કરવમાં આવી હતી. આજથી શરૂ થયેલી AMTS બસ સેવામાં પશ્ચિમ વિસ્તારમાં વધુ રૂટ ચાલુ થશે. જ્યારે પૂર્વમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના રૂટ ચાલુ રહેશે.
અમદાવાદ
એક અઠવાડિયા સુધી શહેરના પૂર્વ ઝોનની બસ પશ્ચિમ ઝોન અને પશ્ચિમની બસો પૂર્વ ઝોનમાં નહીં જાય. 9 વાગે કર્ફ્યૂ અમલમાં આવતો હોવાથી બસ સેવા સવારે 7 થી સાંજના 7 સુધી દોડશે. પ્રવાસી, ડ્રાઈવર, કંન્ડક્ટર માટે માસ્ક ફરજીયાત રહેશે. ઉપરાંત મુખ્ય મથકો પર સેનેટાઇઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. એક બસમાં 16 લોકો જ બેસી શકશે. નક્કી કરાયેલા રૂટ પર બસ સવારના 6 થી રાત્રિના 8 સુધી દોડશે.